વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. અનુષ્કા અને વિરાટ અવારનવાર ચર્ચામાં રહે છે. દુનિયાભરમાં બંનેના કરોડો ફેન્સ છે. બંનેની કેમેસ્ટ્રી જોરદાર છે. સોશિયલ મીડિયા પર અવારનવાર પાપારાઝી બોલિવુડ સેલિબ્રિટીઓ પર કોમેન્ટ કરતા વીડિયો સામે આવે છે. ફોટોગ્રાફરની કોમેન્ટ બાદ વિરાટ અને અનુષ્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ અને અનુષ્કા હાલમાં યોજાયેલા સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહમાં પહોંચ્યા હતા. કપલે વાત કરી કે સેલિબ્રિટી શા માટે તેમની તસવીરોમાં આટલું હસે છે. અનુષ્કાએ કહ્યું કે ક્યારેક ફોટોગ્રાફર્સ તેના લુક પર કોમેન્ટ કરે છે. તેણે કહ્યું કે અમારી તસવીરો ક્લિક કરતી વખતે પાપારાઝી જે વાતો કહે છે તે ખરેખર ફની છે. તેથી જો કોઈ અમારી તસવીરો જોઈને વિચારી રહ્યું હોય કે અમે શા માટે હસીએ છીએ એટલું તો શું ફની હતું. આવું એટલા માટે થાય છે કારણ કે પાપારાઝીએ કંઈક કહ્યું છે. તેઓ અચ્છે લગ રહે હો, અચ્છે દિખ રહે હો તેવી કોમેન્ટ કરે છે.
આ સાથે જ વિરાટે એક કિસ્સો પણ શેયર કર્યો. વિરાટે કહ્યું કે જ્યારે તે એક કાર્યક્રમમાં પહોંચ્યો ત્યારે તે ત્યાં પોતાના હાસ્યને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે કેટલાક ફોટોગ્રાફર્સે આ કપલ વિશે ઘણી વખત ફની કોમેન્ટ્સ કરી હતી. તેણે કહ્યું કે જ્યારે અમે આવી રહ્યા હતા ત્યારે હું હસી જ રહ્યો હતો, હું મારા હાસ્યને કાબૂમાં રાખી શક્યો નહીં. અનુષ્કાએ પણ મને પૂછ્યું કે શું તમે તમારા હાસ્યને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છો, મેં હા પાડી કારણ કે તેઓ વાત કરી રહ્યા હતા, ક્યા મસ્ત જોડી હૈ, ક્યા અચ્છી જોડી હૈ રે. વિરાટે આગળ કહ્યું કે અમે કોઈ પણ સામાન્ય પરિસ્થિતિમાં આવું બોલતા સાંભળ્યું નથી.
આ પણ વાંચો : એરપોર્ટ પર અજય દેવગનની પુત્રીની ચાલ જોઈને લોકોએ ખરાબ રીતે કરી ટ્રોલ, કહ્યું કે બતકની જેમ કેમ ચાલી રહી છે !
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અનુષ્કા છેલ્લે ચાર વર્ષ પહેલા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફે પણ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 6:31 pm, Wed, 5 April 23