વિજય દેવરકોંડાના લાઈગરનું ‘એટેક’ સોન્ગ આઉટ, ફિલ્મની રિલીઝ પહેલા જ ઓડિયો પ્લેટફોર્મ પર સાંભળી શકાશે

|

Aug 23, 2022 | 9:28 PM

ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર વિજય દેવરકોંડાના (Vijay Deverakonda) બોલિવૂડ ડેબ્યૂને જલ્દી જોવા માટે આતુર છે. આ ફિલ્મથી અનન્યા પાંડે (Ananya Panday) પણ સાઉથમાં ડેબ્યૂ કરશે.

વિજય દેવરકોંડાના લાઈગરનું એટેક સોન્ગ આઉટ, ફિલ્મની રિલીઝ પહેલા જ ઓડિયો પ્લેટફોર્મ પર સાંભળી શકાશે
Liger-Attack
Image Credit source: Twitter

Follow us on

લાઈગર (Liger) ફિલ્મ હાલમાં આ સમયે ઘણી ચર્ચામાં છે. તેનું કારણ એ પણ છે કે પાન ઈન્ડિયામાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું જોરદાર પ્રમોશન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) પોતે દેશના દરેક ભાગમાં જઈને જોરદાર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લાઈગરના ગીતોએ પણ ફેન્સને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. ફિલ્મના અત્યાર સુધી રિલીઝ થયેલા તમામ ગીતોને ખૂબ જ પ્રેમ મળ્યો છે. આ દરમિયાન ફિલ્મનું નવું ગીત ‘લાઈગર એટેક’ રિલીઝ થઈ ગયું છે.

‘લાઈગર એટેક’ સોન્ગ રિલીઝ

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રીલિઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું ગીત લાઈગર એટેક રિલીઝ થયું છે. જેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. હવે આ ગીત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે લાઈગર એટેક તમામ મ્યુઝિક એપ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. તેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

લોકો પસંદ કરી રહ્યા છે અનન્યા-વિજયની જોડી

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અકડી પકડી, વાટ લગા દેંગે અને આફત સોન્ગ રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં ફેન્સને અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. તમને જણાવી દઈએ કે ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર વિજય દેવરકોંડાના બોલિવૂડ ડેબ્યૂને જલ્દી જોવા માટે આતુર છે. આ ફિલ્મથી અનન્યા પાંડે પણ સાઉથમાં ડેબ્યૂ કરશે.

લાઈગરની રિલીઝ પહેલા જ વિવાદોમાં આવ્યો વિજય

લાઈગરના રિલીઝ પહેલા વિજય દેવરકોંડા પણ વિવાદોમાં આવ્યો છે. હાલમાં જ તેઓ એક પ્રેસ કોન્ફરન્સને લઈને વિવાદોમાં આવ્યા હતા. તેને ટેબલ પર પગ મૂક્યો હતો, જે બાદ વિજય દેવરકોંડાની પણ ટીકા થઈ હતી. પરંતુ વિજય દેવરકોંડાએ એક ટ્વીટ દ્વારા આ વિશે સ્પષ્ટતા પણ રજૂ કરી હતી. આ સિવાય વિજય દેવરકોંડા લાલ સિંહ ચઢ્ઢાના બોયકોટ પરના તેના નિવેદનને લઈને પણ ચર્ચામાં આવ્યો હતો. પરંતુ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે બંને તેમની અપકમિંગ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Next Article