Liger Ott Release: વિજય દેવરકોંડા (Vijay Deverakonda) સ્ટારર ‘લાઈગર’ (Liger) આખરે રિલીઝ થઈ ગઈ છે અને તેને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી છે. હવે આ ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે લાઈગરના ઓટીટી રાઈટ્સ વેચાઈ ગયા છે અને એ પણ નક્કી થઈ ગયું છે કે ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતાઓએ પહેલા જ ડિજિટલ રિલીઝ માટે ઓટીટી ચેનલ સાથે પહેલેથી જ ડીલ કરી લીધી છે. રિલીઝ પહેલા જ પ્રોડ્યુસરે ડિજિટલ રાઇટ્સ નક્કી કરી લીધા હતા. રિપોર્ટસ્ મુજબ મેકર્સે લાઈગરના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે ઓટીટી પ્લેટફોર્મ સાથે ડીલ કરી લીધી છે. રિપોર્ટ મુજબ સ્ટ્રીમિંગ રાઈટ્સ Disney + Hotstar દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. પરંતુ એવું કહેવાય છે કે આ માટે મોટી કિંમત મળી છે, ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી.
હાલમાં તેની રિલીઝ ડેટ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલની પ્રોડ્યુસર્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લીધો છે કે ઓટીટી રીલીઝને થિયેટર રિલીઝ પછી 10 અઠવાડિયા સુધી આગળ વધારી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મનું લાઈગર જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું. ફિલ્મની બંને સ્ટારકાસ્ટે 17 શહેરોમાં ફરીને લાઈગરના માટે પ્રચાર કર્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી આવેલા વિજય દેવરકોંડાએ કહ્યું હતું કે તેમને દિલ્હીમાં ફેન્સનો જબરદસ્ત પ્રેમ જોવા મળ્યો. દિલ્હી પ્રમોશન માટે આવવું તેના માટે યાદગાર પળ બની ગઈ છે. આ મોમેન્ટ તે ક્યારેય ભૂલી શકે તેમ નથી.
ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ લાઈગરથી વિજય દેવરકોંડા પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી રહ્યો છે. તો અનન્યા પાંડે આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા બોક્સરની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન તેની માતાનો રોલ કરી રહી છે. જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મ લાઈગરની જાહેરાત ડાયરેક્ટર પુરી જગન્નાથ દ્વારા ત્રણ વર્ષ પહેલા 2019માં જ કરવામાં આવી હતી. આ ફિલ્મ સૌથી પહેલા જાહ્નવી કપૂરને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અનન્યાએ તેને આ ફિલ્મમાં રિપ્લેસ કરી દીધી.