Liger Poster Released: સામે આવ્યો વિજય દેવરકોંડાનો આશ્ચર્યજનક અવતાર, ફિલ્મ ‘લાઈગર’થી બોલિવૂડમાં કરશે ડેબ્યૂ

વિજય દેવરાકોંડાનો (Vijay Deverakonda) એક આશ્ચર્યજનક લુક સામે આવ્યો છે. અભિનેતા તેની ફિલ્મ 'લાઈગર'થી (Liger) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

Liger Poster Released: સામે આવ્યો વિજય દેવરકોંડાનો આશ્ચર્યજનક અવતાર, ફિલ્મ લાઈગરથી બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
Film Liger
| Edited By: | Updated on: Jul 02, 2022 | 2:39 PM

સાઉથનો સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) આ દિવસોમાં પોતાની બોલિવૂડ સફરની શરૂઆતને લઈને ચર્ચામાં છે. વિજય તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાઈગર’થી (Liger) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં, અભિનેતાનો એક આશ્ચર્યજનક દેખાવ સામે આવ્યો છે. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અભિનેતા વિજયે ટ્વીટ કરીને પોતાનો લેટેસ્ટ લૂક શેર કર્યો છે (Vijay Deverakonda latest look). વિજય દેવેરાકોંડાના ચોંકાવનારા પાત્રે તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે તેના ફેન્સ વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઈગરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે બાદ હવે અભિનેતાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. હવે આ મોટું અપડેટ તેના ચાહકો માટે કોઈ ભેટથી ઓછું નથી.

સાઉથ એક્ટર વિજયે હાલમાં જ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ફેન્સની સામે પોતાનો ખતરનાક લુક બતાવ્યો છે. સાથે જ તેણે લખ્યું છે કે, તેની આગામી ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મની રીલીઝ જાણ્યા બાદ ચાહકો માટે ફિલ્મની રાહ જોવી વધુ મુશ્કેલ બની જશે.

અભિનેતાએ આગલા દિવસે પણ કર્યું હતું ટ્વીટ

આગલા દિવસે પણ વિજય દેવરાકોંડાએ તેના ચાહકોને આગામી ફિલ્મ લાઈગર વિશે અપડેટ આપ્યું હતું. વધારે કંઈ લખ્યા વિના, અભિનેતાએ ટ્વીટ કર્યું હતું કે, હું આવી રહ્યો છું. તેના ટ્વિટ પરથી ચાહકોએ અનુમાન લગાવ્યું કે, તે તેની ફિલ્મ લાઈગર વિશે વાત કરી રહ્યો છે. ત્યારથી અભિનેતા તેની ફિલ્મ માટે ચર્ચામાં છે.

ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં થશે રિલીઝ

તમને જણાવી દઈએ કે, વિજયની બહુચર્ચિત બોલિવૂડ ડેબ્યૂ લાઈગર આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. જેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં વિજયની સાથે અનન્યા પાંડે પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે.