
હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં મોટા પડદાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર રીલ્સ શેયર કરતી રહે છે. જેના કારણે વિદ્યા બાલન સતત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સને લઈને વિદ્યા બાલનના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ વિદ્યા બાલનનો એક લેટેસ્ટ રીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યા બાલન નાના પડદાના ફેમસ શો ‘ભાભી જી ઘર પર હૈ’ના અંગૂરી ભાભીના રોલમાં જોવા મળી રહી છે. વિદ્યા બાલને આ ટ્રેન્ડિંગ રીલ બનાવી છે, આ સિવાય તે ઘણી ટીવી સિરીયલના ડાયલોગ્સના રીલ્સ બનાવતી જોવા મળે છે. તેણે અંગૂરી ભાભીની સ્ટાઈલમાં આ વીડિયો બનાવ્યો છે તે સિરીયલમાં જોવા મળવાની નથી.
વિદ્યા બાલને સોમવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ રીલ શેયર કરી. વિદ્યા બાલનના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિદ્યા દેશી સ્ટાઈલમાં સાડીમાં ખુરશી પર બેઠી છે. એટલું જ નહીં, આ ઈન્સ્ટા રીલમાં વિદ્યા ‘ભાભી જી ઘર પર હૈ’ના અંગૂરી ભાભીનો ડાયલોગ બોલતી જોવા મળે છે. આ વીડિયોમાં તે વિભૂતિજી (આસિફ શેખ)ને કહી રહી છે કે – સચ્ચી વિભૂતીજી કાહે, આપ ચુપચાપ વહાં પર બેઠિયે, વૈસે ભી આપ હમ કો સેંસુઅસ કર રહે હૈં.
આના પર વિભૂતિના અવાજમાં રિપ્લાય આવે છે કે કોન્સેસ હોતા હૈ ભાભી સેંસુઅસ કર રહે હો. આના પર વિદ્યા બાલન અંગૂરી ભાભીની જેમ બોલતી જોવા મળે છે. વિદ્યા બાલનનો આ વીડિયો ખૂબ જ ફની છે, તેને જોયા પછી ચોક્કસ તમે પણ હસતા રહી જશો. વિદ્યા બાલનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.
શુભાંગી અત્રેએ કરી આ પોસ્ટ પર કોમેન્ટ
વિદ્યા બાલનના આ લેટેસ્ટ વીડિયો પર ટીવી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ની રિયલ ભાભીજી એટલે કે ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ પણ કોમેન્ટ કરી છે. અંગૂરી ભાભીની સ્ટાઈલમાં પોતાની ફેમસ સ્ટાઈલ શુભાંગીએ વિદ્યા બાલનના વીડિયો પર સહી પકડે હૈ લખ્યું છે. આ સાથે ઘણાં બધા સેલિબ્રિટીઓએ આ વીડિયો પણ લાઈક કર્યો છે.