વરુણ ધવન ફરી આવી રહ્યો છે પોતાની ‘ડાન્સ સ્ટાઈલ’થી બોલીવુડ પર ધૂમ મચાવવા, આ ફિલ્મમાં વરુણ નિભાવશે પંજાબી ડાન્સરનો કિરદાર જ્યારે શ્રદ્ધા કપૂર બનશે પાકિસ્તાની ડાન્સર!

વરુણ ધવન પોતાની ડાંસ સ્ટાઈલ અને એક્ટિંગ માટે જાણીતા છે. હવે તે આગામી સમયમાં ‘રુલ બ્રેકર’ બનવા જઈ રહ્યાં છે. ધવન હાલમાં કોરિયોગ્રાફર રેમો ડિસુઝા સાથે જોડાઈ ગયાં છે. આ પહેલાં આ પ્રકારની ફિલ્મ ABCD-2માં તે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર પણ હતી. સોમવારે તેણે એક પોસ્ટર બહાર પાડ્યું હતું અને […]

વરુણ ધવન ફરી આવી રહ્યો છે પોતાની ડાન્સ સ્ટાઈલથી બોલીવુડ પર ધૂમ મચાવવા, આ ફિલ્મમાં વરુણ નિભાવશે પંજાબી ડાન્સરનો કિરદાર જ્યારે શ્રદ્ધા કપૂર બનશે પાકિસ્તાની ડાન્સર!
| Edited By: | Updated on: Feb 04, 2019 | 3:12 PM

વરુણ ધવન પોતાની ડાંસ સ્ટાઈલ અને એક્ટિંગ માટે જાણીતા છે. હવે તે આગામી સમયમાં ‘રુલ બ્રેકર’ બનવા જઈ રહ્યાં છે.

ધવન હાલમાં કોરિયોગ્રાફર રેમો ડિસુઝા સાથે જોડાઈ ગયાં છે. આ પહેલાં આ પ્રકારની ફિલ્મ ABCD-2માં તે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર પણ હતી. સોમવારે તેણે એક પોસ્ટર બહાર પાડ્યું હતું અને સાથે સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના નામની પણ જાહેરાત કરી દીધી છે. વરુણ ધન ફરી એક ‘સ્ટ્રીટ ડાન્સર-3’ નામની ફિલ્મમાં કામ કરી રહ્યાં છે જે 2019ના વર્ષમાં 8 નવેમ્બરનાં રોજ રીલીઝ થશે.

TV9 Gujarati

આ ‘સ્ટ્રીટ ડાન્સર-3’ નામની ફિલ્મમાં વરુણ એક પંજાબી ડાન્સર જ્યારે તેની સાથે શ્રદ્ધા એક પાકિસ્તાની ડાન્સરની ભૂમિકા અદા કરશે. આ ફિલ્મ પહેલાં કેટરીના કૈફને ઓફર કરવામાં આવી હતી પણ તે શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે આ ફિલ્મને સાઈન કરી શકી નહોતી. ભૂષણ કુમારની આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂરની સાથે પ્રભુદેવા અને નોરા ફતેહી પણ જોવા મળશે.

[yop_poll id=1081]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:08 pm, Mon, 4 February 19