વરુણ ધવન આ બીમારીનો કરી રહ્યો છે સામનો, વાત કરતા ભાવુક થઈ ગયો એક્ટર

વરુણ ધવને (Varun Dhawan) કહ્યું કે, જેમ જેમ રોગચાળો સમાપ્ત થઈ ગયો અને મને લાગ્યું કે "હવે જીવન સામાન્ય થઈ જશે, પરંતુ પછી મને વેસ્ટિબ્યુલર હાયપોફંક્શનની સમસ્યા થઈ".

વરુણ ધવન આ બીમારીનો કરી રહ્યો છે સામનો, વાત કરતા ભાવુક થઈ ગયો એક્ટર
Varun dhawan
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:45 PM

બોલિવૂડનો ચોકલેટી હીરો વરુણ ધવન તેની અપકમિંગ ફિલ્મ ભેડિયાને લઈને ઘણી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં તે એક એવો છોકરો બન્યો છે, જે રાત્રે વરુનું રૂપ ધારણ કરીને લોકોને મારી નાખે છે. દર્શકોને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીનો અપકમિંગ ભાગ હોવાનું માનવામાં આવે છે. કૃતિ સેનન આ અપકમિંગ ફિલ્મમાં વરુણની કો-સ્ટાર તરીકે જોવા મળશે. વરુણ આ પહેલા ક્રિતી સેનન સાથે ફિલ્મ દિલવાલેમાં કામ કરી ચૂક્યો છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં તેને પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા હતા.

વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનથી પીડિત છે વરુણ ધવન

હાલમાં જ વરુણ ધવને પોતાના વિશે કંઈક એવો ખુલાસો કર્યો જે ખૂબ જ ચોંકાવનારો હતો. વરુણે જણાવ્યું કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન નામની બીમારીથી પીડિત છે. તમને જણાવી દઈએ કે આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ પોતાના શરીરનું બેલેન્સ ગુમાવી બેસે છે. વાસ્તવમાં કાનની અંદરની બેલેન્સ સિસ્ટમ જે આંખો સાથે જોડાયેલી હોય છે, તેના કારણે મસલ્સ પણ કંટ્રોલમાં આવે છે, પરંતુ જો આમાં કનેક્શન ડિસ્ટર્બ થઈ જાય તો વ્યક્તિ પોતાના શરીરનું બેલેન્સ જાળવવામાં સક્ષમ નથી રહી શકતું, તેને સમય લાગે છે. આવી સ્થિતિમાં તેના મગજ સુધી સંદેશ પહોંચવામાં સમય લાગે છે, આવામાં ચક્કર આવવા સ્વાભાવિક છે.

બીમારીના કારણે લેવો પડ્યો બ્રેક

આ ઈન્ટરવ્યુમાં વરુણે જણાવ્યું કે મહામારીનો અંત આવતા જ મને લાગ્યું કે “જીવન હવે સામાન્ય થઈ જશે, પરંતુ પછી મને વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની સમસ્યા થઈ. હું હંમેશા કામ કરવા માંગતો હતો, પરંતુ આ કારણે મારે બ્રેક લેવો પડ્યો. જુગ જુગ જિયો ફિલ્મના સમયે પણ હું ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ મેં વિશ્વાસ જાળવી રાખ્યો અને કામ કરવાનું ચાલુ રાખ્યું. પોતાની પરેશાનીઓ વિશે વાત કરતી વખતે વરુણ એકદમ ઈમોશનલ દેખાતા હતા.

તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે વરુણ

પરંતુ આ બીમારીને કારણે વરુણે હાર માની નહીં. તે પોતાનું ધ્યાન ફિલ્મોમાં કેન્દ્રિત કરી રહ્યો છે. ભેડિયાનું શૂટિંગ પૂરું કર્યા પછી વરુણ હવે જાહ્નવી કપૂર સાથેની તેની અપકમિંગ ફિલ્મમાં વ્યસ્ત છે.