Arun Khetarpal Biopic: વરુણ ધવને છોડી શહીદ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની બાયોપિક, જેમણે ઉડાવી દીધી હતી 10 પાકિસ્તાની ટેન્ક

24 જૂને 'ગુડ ન્યૂઝ' સાથે દર્શકોને મળવા આવી રહેલા અભિનેતા વરુણ ધવને (Varun Dhawan) પોતાની નવી ફિલ્મને લઈને એક ખુલાસો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ટૂંક સમયમાં આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

Arun Khetarpal Biopic: વરુણ ધવને છોડી શહીદ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની બાયોપિક, જેમણે ઉડાવી દીધી હતી 10 પાકિસ્તાની ટેન્ક
varun-dhawa-arun-khetarpal
| Edited By: | Updated on: Jun 15, 2022 | 10:08 PM

બોલિવૂડ એક્ટર વરુણ ધવને (Varun Dhawan) સૌથી નાની ઉંમરમાં પરમવીર ચક્ર જીતનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ (Lieutenant Arun Khetarpal) પર બની રહેલી શ્રીરામ રાઘવનની બાયોપિક વિશે એક મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં આ ફિલ્મ વિશેના મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે વરુણ ધવન અરુણ ખેત્રપાલનું પાત્ર ભજવશે, પરંતુ વરુણે આ વાતની ના પાડી દીધી છે. વરુણનું કહેવું છે કે તે આ ફિલ્મ પર કામ નથી કરી રહ્યો નથી પરંતુ તેને આશા છે કે ફિલ્મના ડાયરેક્ટર કોઈ નવા એક્ટરને લઈને ફિલ્મ બનાવે.

2019માં આ ફિલ્મની કરવામાં આવી હતી જાહેરાત

દિનેશ વિજન દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મની જાહેરાત કોરોના પહેલા એટલે કે વર્ષ 2019માં કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીને કારણે ફિલ્મને આગળ વધારવામાં આવી હતી. વરુણ ધવને પોતાની ફિલ્મ ‘જુગ્જુગ જિયો’ વિશે પીટીઆઈ સાથે વાત કરતાં આ ફિલ્મની વાત કરી. વરુણ ધવને જણાવ્યું કે બાયોપિકની શરૂઆત ઘણી વખત વિલંબિત થઈ છે. આ જ કારણ છે કે વરુણે પોતાના અન્ય પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને  આ ફિલ્મ છોડવી પડી.

જાણો શું છે વરુણ ધવનનું કહેવું

વરુણે આગળ કહ્યું કે જ્યારે પણ અમે ફિલ્મ શરૂ કરવાની કોશિશ કરી ત્યારે પ્રોજેક્ટ કોરોનાની નવી લહેરમાં ફસાઈ ગયો. હું તે ફિલ્મ કરવા માટે મરી રહ્યો હતો, પરંતુ મને નથી લાગતું કે હું તે કરી શકીશ કારણ કે આત્યારે ઘણી બધી વસ્તુઓ મારી સામે છે. શ્રીરામ પણ તેની બીજી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયા છે. જ્યારે અમારી પાસે સમય છે, ત્યારે મહામારી દરમિયાન આટલા લોકો સાથે ફિલ્મનું શૂટિંગ કરવું શક્ય નહોતું.

વરુણ ધવન ભજવવાનો હતો 21 વર્ષના છોકરાનું પાત્ર

2015ની હિટ ફિલ્મ “બદલાપુર” પછી એક્ટર-ડાયરેક્ટરની જોડીની આ બીજી સફળ ફિલ્મ હશે. પરંતુ વરુણ ધવને ડિસેમ્બર 2020માં ધર્મા પ્રોડક્શનના મલ્ટી-સ્ટારર કોમેડી ડ્રામા “જુગ્જુગ જિયો” માટે શૂટિંગ શરૂ કર્યું અને શ્રીરામ રાઘવને કેટરીના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ “મેરી ક્રિસમસ”ની શરૂઆત કરી. વરુણે વધુમાં કહ્યું હતું કે તે બાયોપિકનો ભાગ ન બની શક્યો તેનું બીજું કારણ એ હતું કે તેણે આ ભૂમિકા માટે સ્ક્રીન પર 21 વર્ષીય છોકરાની ભૂમિકા ભજવવી હતી, જેના વિશે તેને હજુ ખાતરી નથી.

ખૂબ જ મહત્વની છે આ ફિલ્મ

વરુણે કહ્યું કે, “હવે બધું શાંત થઈ ગયું છે, પરંતુ તેમ છતાં મેં શ્રીરામને બીજા કોઈની સાથે બનાવવા કહ્યું છે. જો હું ઈચ્છું તો તેમાં અન્ય કોઈ ભૂમિકા ભજવી શકું છું. મારો મુદ્દો એ છે કે હું 21 વર્ષનું પાત્ર કેવી રીતે ભજવું? પરંતુ હું હજુ પણ શ્રીરામને આ ફિલ્મ બનાવવા માટે મનાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે તે એક વાર્તા છે જે લોકોને કહેવાની જરૂર છે.”

Published On - 10:08 pm, Wed, 15 June 22