બોલિવૂડ એક્ટર વરૂણ ધવન પોતાની ફિટનેસની ખૂબ કાળજી લે છે. લોકડાઉનને કારણે તે ઘરે યોગા કરી રહ્યા હતા અને હવે તેઓ જીમમાં પણ જવા લાગ્યા છે.
આજે વરુણ ધવન જુહુમાં જીમની બહાર દેખાયા હતા. વરુણની સ્ટાઈલ એકદમ અનોખી હતી અને તેઓ તમામ સાવચેતી પણ લઇ રહ્યા હતા.
વરુણ ધવને બ્લુ અને વ્હાઈટ કલરનું ટ્રેકસૂટ પહેર્યું છે અને તેમણે કેપ પહેરી છે. પોતાનું વિશેષ ધ્યાન રાખીને વરુણે માસ્ક પહેરી રાખ્યું હતું અને ફોટોગ્રાફરો માટે માસ્કમાં જ પોઝ આપ્યા હતા.
વરુણની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની આ સ્ટાઇલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
વરુણ ધવનને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે પ્રથમ ડોઝ લીધા પછી સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી.
પોતાનો ફોટો શેર કરતી વખતે વરુણે લખ્યું - ડોક્ટરો, આ માટે ખૂબ ખૂબ આભાર. જે બાદ તેમના ચાહકોએ ફોટો પર ઘણી કમેન્ટ કરી હતી.