Bawaal Song: વરુણ ધવન-જાહ્નવી કપૂરની લવ સ્ટોરીને કોની લાગી નજર? જુઓ Video

Varun Dhawan And Janhvi Kapoor Song Out: વરુણ ધવન (Varun Dhawan) અને જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) ફિલ્મ બવાલનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. નવા ગીતની વાત કરીએ તો તેમાં વરુણ અને જાહ્નવીનો રોમાંસ જોવા મળી રહ્યો છે.

Bawaal Song: વરુણ ધવન-જાહ્નવી કપૂરની લવ સ્ટોરીને કોની લાગી નજર? જુઓ Video
Janhvi Kapoor - Varun Dhawan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 10, 2023 | 9:20 PM

Bawaal Movie Song Out: બોલિવુડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) ફિલ્મ બવાલ અત્યારે ચર્ચામાં છે. આ ફિલ્મનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આ એક સ્લો સેડ સોન્ગ છે જેમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. ફેન્સને પણ ફિલ્મનું આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ફેન્સ તરફથી પોઝિટિવ રિસપોન્સ મળી રહ્યો છે.

જાહ્નવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ બવાલનું ટ્રેલર રિલીઝ થયાને હજુ વધુ સમય નથી થયો કે ફિલ્મનું પહેલું ગીત પણ રિલીઝ થયું. વરુણ ધવન સ્ક્રીન પર જાહ્નવી સાથે રોમાન્સ કરતો જોવા મળે છે અને જાહ્નવી કપૂર સાથેનો તેનો રોમાંસ ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ પહેલા વરુણ ધવનની ફિલ્મ ‘ઓક્ટોબર’ અને ‘સુઈ ધાગા’ જેવી ફિલ્મો ફેન્સને પસંદ આવી હતી. હવે જોવાનું એ રહેશે કે ઓટીટી પર જાહ્નવી સાથે વરુણ ધવનનો આ રોમાન્સ ફેન્સને કેટલો પસંદ આવે છે.

(VC: T-Series Youtube)

ગીત વિશે વાત કરીએ તો આ એક સેડ રોમેન્ટિક ગીત છે જે ખૂબ જ સ્લો છે અને મેલોડીથી ભરેલું છે. ગીતમાં રેડ સાડી પહેરેલી જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની અપોઝિટ વરુણ ધવન પણ ફેન્સને ઈમ્પ્રેસ કરતો જોવા મળે છે. ગીતનું નામ છે- તુમસે કિતના પ્યાર કરતે. આ ગીતમાં અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. હવે જો અરિજિત સિંહનું ગીત આવે અને ફેન્સને પસંદ ન આવે એવું ન થઈ શકે.

આ પણ વાંચો : ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર જોવા મળ્યો અજગર, શક્તિ અરોરાએ કર્યો ખુલાસો, જુઓ Video

ફેન્સને પસંદ આવ્યું સોન્ગ

એક ફેને લખ્યું છે કે મને તો આ ગીતથી પ્રેમ થઈ ગયો છે. અન્ય એક ફેને લખ્યું છે કે તમે બોલિવુડને ઈગ્નોર કરી શકો છો પણ અરિજીત સિંહને ઈગ્નોર કરી શકતા નથી. તેના પર કોમેન્ટ કરતા અન્ય એક યુઝરે લખ્યું છે કે અરિજીત સિંહ એકદમ કિશોર કુમારની જેવો જ સિંગર છે જે સદીમાં એકવાર જન્મે છે. તમને જણાવી દઈએ કે આ ગીતના બોલ મનોજ મુન્તશીરે લખ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો