ઋષભ પંતને લગતો સવાલ પૂછતા ઉર્વશી થઈ ગુસ્સે, કહી આ વાત, જુઓ Video

Urvashi Rautela: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આમાં એક રિપોર્ટર ઉર્વશીને સવાલ કરતા જોઈ શકાય છે અને સવાલ ઋષભ પંત સાથે સંબંધિત છે. સવાલ પુછતાં ઉર્વશી ગુસ્સે થઈ જાય છે.

ઋષભ પંતને લગતો સવાલ પૂછતા ઉર્વશી થઈ ગુસ્સે, કહી આ વાત, જુઓ Video
Urvashi Rautela
| Edited By: | Updated on: Mar 26, 2023 | 7:43 PM

ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ તેના ચર્ચામાં રહેવાનું કારણ તેના કામ અને અભિનય કરતા વધુ ક્રિકેટર ઋષભ પંત છે. તેનું નામ દરરોજ ઋષભ સાથે જોડાય છે. એટલું જ નહીં, જ્યારે એક્ટ્રેસ ક્યાંક જાય છે, ત્યારે તેને વારંવાર ઋષભ પંતના નામ વિશે સવાલો પૂછવામાં આવે છે. હાલમાં ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું. પરંતુ, આ વખતે ઉર્વશી પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકી નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક રિપોર્ટર ઉર્વશીને સવાલ કરતો જોઈ શકાય છે, પરંતુ સવાલ ઋષભ પંત સાથે જોડાયેલો છે. આ સવાલ સાંભળીને ઉર્વશીને ગુસ્સો આવે છે. તે આ વીડિયોમાં જોઈ શકાય છે. એટલું જ નહીં, અંતે ઉર્વશીએ જવાબ આપ્યા વગર જ રિપોર્ટરને હાથ જોડીને ત્યાંથી ચાલી જાય છે.

ઉર્વશીએ ન આપ્યો કોઈ જવાબ

રિપોર્ટરે એક્ટ્રેસને પૂછ્યું, ‘તમે ઋષભ પંતની સલામતી માટે પ્રાર્થના કરી હતી…’ રિપોર્ટરનો સવાલ પણ પૂરો થયો ન હતો કે ઉર્વશીએ કહ્યું, ‘તમે શું ઈચ્છો છો?’ આ પછી રિપોર્ટરે કહ્યું કે ‘તમે ઈન્સ્ટાગ્રામ પર ઘણું પોસ્ટ કર્યું છે, તે સંદર્ભમાં મારો એક સવાલ છે’. તેના પર ઉર્વશી રૌતેલાએ કહ્યું, ‘તમને ટીઆરપી, ટીઆરપી, ટીઆરપી જોઈએ છે… અને હું આવું નહીં થવા દઉં.’

આ પણ વાંચો : Mrs. Undercover Teaser: દિવસે ગૃહિણી, રાત્રે અન્ડરકવર એજન્ટ, રાધિકા આપ્ટેની ફિલ્મનું ટીઝર રિલીઝ

ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચામાં રહે છે

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ક્રિકેટર ઋષભ પંત કાર એક્સીડેન્ટમાં ઘાયલ થયો હતો. આ દરમિયાન ઉર્વશી તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચર્ચામાં રહી હતી. ક્યારેક ઉર્વશી રૌતેલાએ મુંબઈમાં એડમિટ રિષભ પંતની હોસ્પિટલની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો ક્યારેક ક્રિકેટરની સલામતી માટે આશીર્વાદ માંગતી પોસ્ટ શેયર કરી. ઉર્વશીએ ક્યાંય સ્પષ્ટપણે ક્રિકેટરના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ યુઝર્સે તેની પોસ્ટને પંત સાથે ક્નેક્ટ કરી હતી.