ઉર્મિલા માતોંડકરનું સસ્પેન્સ-થ્રીલ્સ સાથે કમબેક, ‘તિવારી’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો

આ વેબ સિરીઝ સૌરભ વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જેમાં ઉર્મિલા માતોંડકર મહત્વના રોલમાં છે. પોસ્ટરમાં અભિનેત્રીનો આક્રમક દેખાવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો પોસ્ટરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઉર્મિલા માતોંડકરનું સસ્પેન્સ-થ્રીલ્સ સાથે કમબેક, તિવારીનો ફર્સ્ટ લુક રિલીઝ થયો
ઉર્મિલા માતોંડકરનું સસ્પેન્સ-થ્રીલ્સ સાથે કમબેક, 'તિવારી'નો ફર્સ્ટ લુક આઉટ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 03, 2022 | 3:59 PM

Urmila Matondkar : 90ના દાયકાની તમામ અભિનેત્રીઓ હવે ફરી ફિલ્મો તરફ વળી રહી છે. માધુરી દીક્ષિત  (Madhuri Dixit) હોય કે રવિના ટંડન, દરેક જણ અભિનયની દુનિયામાં કમબેક કરી રહ્યા છે. પરંતુ, આ વખતે આ અભિનેત્રીઓએ તેમની કલા માટે સિનેમાને બદલે OTT પ્લેટફોર્મ પસંદ કર્યું છે. તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલાએ ફરી ફિલ્મો કરવાનો નિર્ણય લીધો છે. તેની પહેલી વેબ સિરીઝનો ફર્સ્ટ લૂક પણ બહાર આવ્યો છે.

પોસ્ટરમાં ઉર્મિલાનો તીવ્ર અવતાર

હાલમાં જ ઉર્મિલા માતોંડકરની આગામી વેબ સિરીઝ તિવારીની ફર્સ્ટ લુક સામે આવ્યો છે. પોસ્ટરમાં ઉર્મિલાનો આક્રમક દેખાવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો આ પોસ્ટરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જોઈને લોકો અભિનેત્રીના પાત્રનો પણ અંદાજ લગાવી રહ્યા છે. જો કે, આ પોસ્ટર ફિલ્મની સ્ટોરીનો ખ્યાલ મેળવવા માટે પૂરતું છે. તેના સ્ટ્રોંગ લુક સાથે ઉર્મિલા પહેલીવાર ફેન્સને જોવા જઈ રહી છે.

 

 

 

એક્ટિંગની દુનિયામાં પરત ફરશે

‘સત્યા’, ‘એક હસીના થી’, ‘ભૂત’, ‘રંગીલા’, ‘કૌન’, ‘પિંજરા’ જેવી લોકપ્રિય ફિલ્મો ઉર્મિલા માતોંડકરની કાબિલયતનો દાખલો આપે છે. આ ફિલ્મોના કારણે જ કદાચ આટલા વર્ષો પછી પણ તેમની અદાયકીની ચર્ચા લોકોના મનમાં અકબંધ છે. ઉર્મિલા હવે ‘તિવારી’ વેબ સીરિઝથી ફરી એકવાર પોતાની એક્ટિંગની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે. એવું કહી શકાય કે, કદાચ તે તેના ફેન્સ માટે કેટલાક સરપ્રાઈઝ કેરેક્ટર લઈને આવી રહી છે, જેને લોકોએ ભાગ્યે જ જોયા હશે.

ઉર્મિલાની કમબેક વેબ સિરીઝનું નિર્દેશન સૌરભ વર્માએ કર્યું છે. ઉર્મિલા માતોંડકર આ વેબ સિરીઝમાં મહત્વની ભુમિકા નિભાવી રહી છે. જે પોસ્ટરને જોઈને અંદાજો આવે છે. આ સ્ટોરીમં માતા અને પુત્રીના સંબંધો પર આધારિત છે. . ઉર્મિલા માતોંડકર  લાંબા સમય પછી આ વેબ સિરીઝમાં  મજબૂત લુકમાં જોવા મળશે.