urfi javed : ધમકીભર્યા મેસેજ બાદ ઉર્ફી જાવેદની આત્મહત્યાની અફવા થઈ વાયરલ, ઉર્ફીએ સ્ટોરી શેર કરી વ્યક્ત કરી ચિંતા

સોશિયલ મીડિયા પર ઉર્ફી હંમેશા તેના કપડાંને લઈ ટ્રોલ અને ટ્રેન્ડ થઈ રહેલી ઉર્ફી જાવેદ (urfi javed)ને લઈ હાલમાં તેના સુસાઈડના સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેના પર ઉર્ફીએ ચિંતા વ્યક્ત કરી છે

urfi javed : ધમકીભર્યા મેસેજ બાદ ઉર્ફી જાવેદની આત્મહત્યાની અફવા થઈ વાયરલ, ઉર્ફીએ  સ્ટોરી શેર કરી વ્યક્ત કરી ચિંતા
ધમકીભર્યા મેસેજ બાદ ઉર્ફી જાવેદની આત્મહત્યાની ખોટી અફવા વાયરલ થઈ
Image Credit source: instagram
| Edited By: | Updated on: Jul 03, 2022 | 2:50 PM

urfi javed: ઉર્ફી જાવેદ ( urfi javed) હંમેશા તેની સ્ટાઈલને લઈ ટ્રોલ થાય છે હાલમાં તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer)ની સાથે સાથે ફેશન મોડલ પણ બની ચૂકી છે, દેશ જ નહિ પરંતુ તેની ફેન્સના વિદેશમાં પણ સપોર્ટ થઈ રહ્યો છે, આ વખતે ઉર્ફી તેના કપડા અને સ્ટાઈલને લઈને નહિ પરંતુ એક એવી અફવાને લઈ ચર્ચામાં આવી છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ અંતે શું છે ઉર્ફી ના પરેશાન થવાનું કારણ, સોશિયલ મીડિયા પર છવાઈ રહેલી ઉર્ફી જાવેદ મુશ્કિલમાં પડી ગઈ છે.

ઉર્ફી ઉદયપુરમાં થયેલા હત્યાકાંડ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા શેર કરતી એક પોસ્ટ શેર કરી છે. તેની આ પોસ્ટમાં ઉર્ફીએ હત્યાકાંડની નિંદા કરી હતી

પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર ઉર્ફીએ ઉદયપુરની ધટના પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, અલ્લાહે ધર્મના નામે આવી બર્બરતા ક્યારેય મંજૂર કરી નથી. હવે ઉર્ફીની આ પોસ્ટ બાદ તેના પર મુસીબત મંડરાઈ રહી છે. સોશિયલ મીડયા પર તેની વાયરલ પોસ્ટ પર ધમકી ભર્યા મેસેજ આવવા લાગ્યા છે જે ખુબ ચોંકાવનારા છે

 

વાયરલ થઈ આત્મહત્યાની ખોટી અફવા

ઉર્ફી જાવેદને ધમકી ભર્યા મેસેજની સાથે ઉર્ફીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે જેના પર લખ્યું કે, RIP મીડિયા રિપોર્ટસ દ્વારા મળેલી જાણકારી અનુસાર અભિનેત્રીની આત્મહત્યાની ખોટી અફવાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેના પર ઉર્ફી જાવેદે ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી શેર કરી ચિંતા વ્યક્ત કરી છે

ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચિંતા વ્યક્ત કરી

ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી ચિંતા વ્યક્ત કરી હતી, ઉર્ફીએ તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી અફવાને લઈ સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં લખ્યું કે, ઉર્ફીના જૂના ફોટામાં એડિંટીંગ કરી ગળામાં ફાંસીનો ફંદો જોવા મળી રહ્યો છે જેના પર લખ્યું RIP ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે, ઉર્ફી કેટલીક વખત તેના કપડાને લઈ ટ્રોલ થઈ છે. હાલમાં ઉર્ફી ચર્ચામાં છે કારણ કે, તેણે મોટા મોટા બોલિવુડ સ્ટારને પણ પાછળ છોડ્યા છે, ઉર્ફી જાવેદે કંગના રનૌત, દિશા પટણી, કિયારા અડવાણીને પાછળ છોડ્યા, ગૂગલમાં સર્ચ કરાયેલા સ્ટાર્સમાં સામેલ થઈ