ટ્વિંકલ ખન્નાએ લગ્ન કરવા માટે રાખી હતી અનોખી શરત, એક ફિલ્મે બદલી નાખ્યુ સમગ્ર જીવન

અક્ષય કુમાર (Akshay Kumar) વર્ષ 2000ની આસપાસ ટ્વિંકલ ખન્ના પર ફિદા હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. અક્ષય કુમારે ફિલ્મ 'મેલા'ની રિલીઝ પહેલા ટ્વિંકલની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટ્વિંકલની માતા ડિમ્પલે પણ અક્ષય સામે એક રસપ્રદ શરત મૂકી.

ટ્વિંકલ ખન્નાએ લગ્ન કરવા માટે રાખી હતી અનોખી શરત, એક ફિલ્મે બદલી નાખ્યુ સમગ્ર જીવન
Twinkle Khanna - Akshay Kumar
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:37 PM

આમિર ખાનની ફિલ્મ ‘મેલા’માં તે બધી વાતો હતી, જે મસાલા બોલિવૂડ ફિલ્મમાં હોવું જોઈએ, પરંતુ ફિલ્મનું ખરાબ નસીબ કહો કે અક્ષય કુમારનું નસીબ કહો, ફિલ્મ ફ્લોપ ગઈ. જો આમિર ખાનની શરત કામ કરી ગઈ હોત અને આ ફિલ્મ હિટ થઈ ગઈ હોત તો કદાચ અક્ષય કુમારને તેના જીવનનો પ્રેમ ટ્વિંકલ ખન્ના ન મળી શક્યો હોત. ફિલ્મ ‘મેલા’માં ટ્વિંકલ ખન્નાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આમિર ખાન સાથેની તેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી, જેની આમિર ખાન અને ડાયરેક્ટર ધર્મેશ દર્શનને અપેક્ષા હતી. પરંતુ ફિલ્મ ‘મેલા’ ફ્લોપ થવાને કારણે અક્ષય કુમારની દિલની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. ફિલ્મ ‘મેલા’ અને અક્ષય કુમારના લગ્ન વચ્ચે ગાઢ સંબંધ છે.

લગ્ન માટે રાખી હતી આ શરત

અક્ષય કુમાર વર્ષ 2000ની આસપાસ ટ્વિંકલ ખન્ના પર ફિદા હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. અક્ષય કુમારે ફિલ્મ ‘મેલા’ની રિલીઝ પહેલા ટ્વિંકલની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. અક્ષય અને ટ્વિંકલ વચ્ચે એવી શરત હતી કે જો ‘મેલા’ હિટ થશે તો તેઓ લગ્ન નહીં કરે અને જો ફ્લોપ થશે તો ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન કરવા પડશે. ફિલ્મ ફ્લોપ થઈ અને આખરે ટ્વિંકલે અક્ષય કુમાર સાથે લગ્ન કરવા પડ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘મેલા’ 18 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી હતી અને માત્ર 25 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. અક્ષય કુમારે માત્ર ટ્વિંકલને મનાવવાની જરૂર ન હતી, તે તેની માતા ડિમ્પલ કાપડિયા પાસે પણ તેની પુત્રીનો હાથ માંગવા ગયો હતો.

ટ્વિંકલની માતા ડિમ્પલે પણ અક્ષય સામે એક રસપ્રદ શરત મૂકી. જો રિપોર્ટ્સનું માનીએ તો ડિમ્પલે અક્ષયને કહ્યું હતું કે લગ્ન કરતા પહેલા તેમને લગભગ એક વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું પડશે. જો તેમની વચ્ચે વસ્તુઓ સારી હશે, તો તેઓ આગળ વધશે. અક્ષય અને ટ્વિંકલે માતા ડિમ્પલ કાપડિયાની સલાહ માની હતી. અક્ષયે કોઈને નિરાશ ન કર્યા અને 17 જાન્યુઆરી 2001ના રોજ ધામધૂમથી લગ્ન કરી લીધા. કપલના લગ્નમાં નજીકના લોકો જ પહોંચ્યા હતા. ટ્વિંકલ અને અક્ષયના જીવનમાં પહેલા આરવ આવ્યો હતો, જેનો જન્મ વર્ષ 2012માં થયો હતો.

આ ફિલ્મમાં અક્ષય કુમાર મળશે જોવા

ટ્વિંકલ ખન્નાની વાત કરીએ તો ટ્વિંકલ ખન્ના વર્ષ 2001માં એક્ટિંગ છોડી દીધી હતી. આ પછી તેણે વર્ષ 2015 માં રાઈટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને પુસ્તકો લખવાનું પણ શરૂ કર્યું છે. અક્ષયની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ રામ સેતુમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર પાસે ઓએમજી 2, ગોરખા, સેલ્ફી, કેપ્સ્યુલ ગિલ અને બડે મિયાં છોટે મિયાં નામની ફિલ્મો છે.