Tunisha Sharma Funeral: મુંબઈમાં થયા તુનિષા શર્માના અંતિમ સંસ્કાર, ઘણા સેલેબ્સ રહ્યા હાજર

Tunisha Sharma Last Rites: રિપોર્ટ મુજબ તુનિષાના (Tunisha Sharma) પાર્થિવ શરીરને લેવા માટે તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારે એક્ટર વિશાલ જેઠવા અને એક્ટર શિવિન નારંગ તુનિષાના ઘરે પહોંચ્યા હતા.

Tunisha Sharma Funeral: મુંબઈમાં થયા તુનિષા શર્માના અંતિમ સંસ્કાર, ઘણા સેલેબ્સ રહ્યા હાજર
Tunisha Sharma
| Edited By: | Updated on: Dec 27, 2022 | 5:44 PM

Tunisha Sharma Last Rites: ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે તેના શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આજે એક્ટ્રેસના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 20 વર્ષીય એક્ટ્રેસના નિધનથી તેના પરિવાર, નજીકના મિત્રો અને ફેન્સને મોટો ઝચકો લાગ્યો છે. કોઈ પણને આ વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યો કે તુનિષા હવે આ દુનિયામાં રહી નથી.

રિપોર્ટ મુજબ તુનિષાના પાર્થિવ શરીરને લેવા માટે તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારે એક્ટર વિશાલ જેઠવા અને એક્ટર શિવિન નારંગ તુનિષાના ઘરે પહોંચ્યા હતા. તુનીષાનું પાર્થિવ શરીરને પહેલા ઘરે લઈ જવામાં આવ્યું હતું. જ્યાંથી તેની સાંજે 4 વાગ્યા બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસના અંતિમ સંસ્કાર ગોડદેવ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા છે. જે તેની બિલ્ડીંગથી માત્ર એક કિલોમીટરના અંતરે જ છે. આ સિવાય તુનિષા શર્માને શ્રદ્ધાંજલિ આપવા માટે અવનીત કૌર અને તેની માતા, મલ્લિકા સિંહ, વિશાલ જેઠવાની માતા, સિદ્ધાર્થ નિગમ અને તેની માતા પહોંચ્યા હતા.

શીઝાનનો પરિવાર પણ અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યો

આ મામલે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી શીઝાન જે રિમાન્ડમાં છે તેને પોલીસને જણાવ્યું છે કે તેનું અને તુનીષાનું બ્રેકઅપ ત્રણ મહિનામાં જ થઈ ગયું હતું અને બંને વચ્ચે ઉંમરનું અંતર હતું. તમને જણાવી દઈએ કે ટીવીના ઘણાં સ્ટાર્સ તુનિષાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. આ સાથે શીઝાનનો પરિવાર પણ અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યો હતો.

10 દિવસ પહેલા તુનિષાને પણ એન્ઝાઈટી એટેક આવ્યો

એક્ટ્રેસના કાકાનું નિવેદન સામે આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે જ્યારે અલીબાબાનો શો શરૂ થયો, ત્યારે તુનિષા અને શીઝાન એકબીજાની નજીક આવ્યા હતા. લગભગ 10 દિવસ પહેલા તુનિષાને પણ એન્ઝાઈટી એટેક આવ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન જ્યારે તે તેની માતા સાથે એક્ટ્રેસને મળવા આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે તેની સાથે ખોટું થયું છે અને તેની સાથે છેતરપિંડી થઈ છે.

તુનિષાનો વર્કફ્રન્ટ

તુનીષાએ એક્ટિંગની દુનિયામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ભારત કે વીર પુત્ર – મહારાણા પ્રતાપ, ઈશ્ક સુભાન અલ્લાહ, ગબ્બર પૂંછવાલા, શેર-એ-પંજાબ અને મહારાણા રણજીત સિંહ અને ચક્રવતી અશોક સમ્રાટ જેવા ફેમસ શોમાં કામ કર્યું છે. તેણે કેટરીના કૈફની ફિલ્મ ફિતૂર, બાર બાર દેખોથી લઈને સલમાન ખાનની દબંગ 3માં પણ કામ કર્યું છે.