તૃપ્તિ ડિમરીએ રોમેન્ટિક ફોટો શેયર કરીને ઓફિશિયલ કરી રિલેશનશિપ, જુઓ ફોટો

રિપોર્ટ્સ મુજબ તૃપ્તિ (Tripti Dimri) અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માને ડેટ કરી રહી છે. હાલમાં એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બોયફ્રેન્ડ કર્ણેશ સાથેની રોમેન્ટિક તસવીર શેયર કરી છે. આ તસવીરે તૃપ્તિ અને કર્ણેશના સંબંધના સમાચારને ઓફિશિયલ કરી દીધા છે.

તૃપ્તિ ડિમરીએ રોમેન્ટિક ફોટો શેયર કરીને ઓફિશિયલ કરી રિલેશનશિપ, જુઓ ફોટો
Tripti Dimri
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:13 PM

ફિલ્મ ‘કાલા’થી લાઈમલાઈટમાં આવેલી તૃપ્તિ ડિમરી ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. તૃપ્તિએ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી અને અનુષ્કા શર્માના ભાઈ કર્ણશ વચ્ચે નિકટતા વધી રહી હોવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હવે તૃપ્તિએ પોતે જ કર્ણેશ સાથેનો એક રોમેન્ટિક ફોટો શેયર કરીને પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે.

પ્રેમમાં છે તૃપ્તિ ડિમરી

‘કાલા’ ફેમ તૃપ્તિ ડિમરી ઘણા દિવસોથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તૃપ્તિ ડિમરીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ડાયરેક્ટર સૌરભ મલ્હોત્રાની સ્ટોરી શેયર કરી છે, જેમાં તુપ્તિ અને કર્ણેશ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. ફોટોમાં બંને એકબીજાને ગળે લગાવીને ઉભા છે, જ્યારે કર્ણેશ તેની લેડી લવને ગાલ પર કિસ કરી રહ્યો છે.

તૃપ્તિ અને કર્ણેશની લવ સ્ટોરી

તૃપ્તિને તેની ફિલ્મ ‘કાલા’માં તેની જોરદાર એક્ટિંગ માટે ઘણી પ્રશંસા મળી છે. આ ફિલ્મને અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. આ પહેલા તૃપ્તિ ફિલ્મ ‘બુલબુલ’માં જોવા મળી હતી, જેનું નિર્માણ પણ કર્ણેશની કંપનીએ કર્યું હતું. ‘બુલબુલ’ના સેટ પર બંનેની મિત્રતા થઈ હતી, જે ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ.

આ રીતે કર્યું નવા વર્ષનું વેલકમ

આ વર્ષનું વેલકમ તૃપ્તિએ 2022ની યાદગાર પળોને યાદ કરીને કર્યું હતું. તૃપ્તિએ એક ખૂબ જ સુંદર વીડિયો શેયર કર્યો જેમાં તે પાર્ટી કરતી, ડાન્સ કરતી, મુસાફરી કરતી અને સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે તે રણબીર કપૂર અને વિકી કૌશલની એનિમલમાં પણ નજર આવવાની છે.

હાલમાં એક ઈન્ટરવ્યુમાં જ્યારે તૃપ્તિને તેના અને કર્ણેશના અફેર વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તૃપ્તિએ કહ્યું કે અત્યારે હું વધારે કહી શકતી નથી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે જહાજમાં હજુ તરવાનું શરૂ કર્યું છે આના પરથી સ્પષ્ટ થાય છે કે તેમની રિલેશનશિપ તદ્દન નવી છે.