Happy Birthday Rakesh Roshan: એક શાનદાર અભિનેતા (Actor) એક શાનદાર ડાયરેક્ટર અને એક શાનદાર માણસ અમે આજે વાત કરી રહ્યા છીએ રાકેશ રોશન ( Rakesh Roshan)ની જેમણે પોતાના ફિલ્મ કરિયરમાં એક પછી એક ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. તેમણે ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1970માં આવેલી ‘ઘર ઘર કી કહાની’થી શરુ કરી હતી. આજે રાકેશ રોશન 73 વર્ષના થઈ ગયા છે. આજે રાકેશ રોશનનો જન્મદિવસ છે અમે તેમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.
6 સપ્ટેમ્બર 1949ના રોજ રાકેશ રોશનનો જન્મ મુંબઈમાં થયો હતો. રાકેશ રોશનના પિતા મ્યુઝિક ડાયરેક્ટર હતા અને તેની માતા એક બંગાળી સિંગર હતી.રાકેશ રોશને પોતાના કરિયરમાં કુલ 84 ફિલ્મ કરી છે. રાકેશ રોશને મહારાષ્ટ્રના સૌનિક શાળામાં કર્યો છે. તેના લગ્ન પિંકી સાથે થયા હતા. જે ઓમપ્રકાશની પુત્રી હતી તેને 2 બાળકો છે પુત્ર ઋતિક રોશન અને પુત્રી સુનયના રોશન, ઋતિક રોશન બોલિવુડમાં એક જાણીતું નામ છે.
રાકેશ રોશન એક અભિનેતા તરીકે ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. એક અભિનેતા તરીકે તેનું કરિયર સારું રહ્યુ નથી. વર્ષ 1980માં તેમણે પોતાનું પ્રોડક્શન કંપનીનું નિર્માણ કર્યું. તેમણે પોતાના પ્રોડક્શનના બેનર હેઠળ વર્ષ ફિલ્મ આપ કે દિવાને છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ ફિલ્મ પછી રાકેશ રોશને ફિલ્મ કામચોર બનાવી હતી જે હિટ સાબિત થઈ હતી.
રાકેશ રોશને દિગ્દર્શક તરીકેની શરૂઆત ફિલ્મ ‘ખુદગર્જ’થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ રહી હતી. આ પછી તેણે ‘કિશન કન્હૈયા’ અને ‘કરણ-અર્જુન’ જેવી ફિલ્મો કરી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. આ પછી, વર્ષ 2000 માં, તેણે પુત્રને કાસ્ટ કરતી વખતે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મનું દિગ્દર્શન પણ તેણે જ કર્યું હતું.
રાકેશ રોશન સાથે જોડાયેલી એક વાત છે. જેના વિશે તમે કદાંચ જાણતા હશો નહિ. વર્ષ 1987માં પ્રથમ વખત રાકેશ રોશને ફિલ્મ ‘ખુદગર્જ’થી નિર્દેશન કર્યું હતુ. આ ફિલ્મની રિલીઝ પહેલા રાકેશ રોશને તિરુપતિ બાલાજી જઈ પોતાની ફિલ્મની સફળતા માટે માનતા રાખી હતી અને કહ્યું કે, જો આ ફિલ્મ સફળ રહી તો તે તિરુપતિ જઈ પોતાના વાળ દાન કરશે. માનતા મુજબ રોકશ બાલાજી જઈ પોતાના વાળ દાન કર્યા હતા પરંતુ વાળ દાન કરવાની સાથે તેમણે એ પણ કસમ ખાધા કે, પોતાના માથા પર વાળ નહિ રાખે. ત્યારબાદ તેની તમામ ફિલ્મ હિટ ચાલી હતી.
વર્ષ 2000માં રાકેશ રોશને કહો ના પ્યાર હૈ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ તો બ્લોકબસ્ટર સાબિત થઈ પરંતુ આ ફિલ્મની કામયાબીના કારણે રાકેશ રોશનને અંડરવર્લ્ડેના શૂટરેઆ ફિલ્મ 14 જાન્યુઆરી 2000ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના માત્ર 7 દિવસ બાદ 21 જાન્યુઆરી, 2000ના રોજ રાકેશ રોશનની તિલક રોડ પરની તેમની ઓફિસની બહાર બે શૂટરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
એક ગોળી તેના ખભામાં જ્યારે બીજી છાતીમાં વાગી હતી. ગોળી વાગ્યા બાદ ડ્રાઈવર તેને હોસ્પિટલ લઈ ગયો, જેના કારણે તેનો જીવ બચી ગયો. કહેવાય છે કે તેના પર જે ગોળી ચલાવવામાં આવી હતી તે વાસ્તવમાં તેને ડરાવવા માટે હતી અને તેને મારવા માટે નહીં. તેને ધમકી આપવામાં આવી હતી કે તેણે તેની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના નફાનો ભાગ પણ અંડરવર્લ્ડને આપવો જોઈએ.