Kangana Ranaut Avneet Dance: ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ની સક્સેસ પાર્ટીમાં કંગના રનૌતે અવનીત સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ને મળેલા શાનદાર રિસપોન્સ બાદ કંગના રનૌતે (Kangana Ranaut) એક ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કંગના રનૌત અને અવનીત કૌરનો (Avneet Kaur) ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસનો ડાન્સ જોઈને યુઝર્સે પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે.

Kangana Ranaut Avneet Dance: ફિલ્મ ટીકુ વેડ્સ શેરુની સક્સેસ પાર્ટીમાં કંગના રનૌતે અવનીત સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video
Kangana Ranaut - Avneet Kaur
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 02, 2023 | 10:12 AM

Kangana Ranaut Avneet Dance: બોલિવુડની ધાકડ ગર્લ કંગના રનૌતની (Kangana Ranaut) પહેલી નિર્મિત ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ને ફેન્સ તરફથી શાનદાર રિસપોન્સ મળી રહ્યો છે. આ દરમિયાન કંગના રનૌતે ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન આ ફિલ્મથી ડેબ્યૂ કરનાર ફિલ્મના લીડ સ્ટાર્સ અવનીત કૌર (Avneet Kaur) અને નવાઝુદ્દીન સિદ્દીકી ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પાર્ટીમાં પહોંચ્યા હતા. પરંતુ ફિલ્મના બાકીના એકટર્સ પણ કંગના રનૌત સાથે જોરદાર પાર્ટી કરતા જોવા મળ્યા છે. 23 જૂનના રોજ ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી.

આ દરમિયાન ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ની સક્સેસ પાર્ટીમાંથી ક્વીન કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કંગના રનૌત અને અવનીત કૌર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો પર ઘણાં લોકોની ઘણી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. કંગના રનૌતનો ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે, જ્યારે અવનીત કૌરને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે- આ ડાન્સ ઓછો અને બોક્સિંગ વધારે છે. અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે ડ્રિન્ક વધારે પડતું થઈ ગયું છે?

(VC: Filmygyan Instagram)

ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની જોડીને લઈને પણ ઘણી નેગિટિવ વાતો ચાલી રહી હતી, જેનો જવાબ કંગના રનૌતે સોશિયલ મીડિયા દ્વારા આપ્યો હતો. કંગના રનૌતે સ્પષ્ટ કહ્યું કે કેટલાક ફિલ્મ માફિયા તેમની ફિલ્મને નુકસાન પહોંચાડવા માટે ‘બદનામ અભિયાન’ ચલાવી રહ્યા છે. પરંતુ ફિલ્મને મળી રહેલા શાનદાર રિસપોન્સ બાદ કંગના રનૌત પણ ખૂબ જ હેપ્પી અને એક્સાઈટેડ છે.

આ પણ વાંચો : Ileana D’Cruz: ઈલિયાના ડી’ક્રૂઝે મિસ્ટ્રી મેનની બીજી ઝલક કરી શેર, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

(VC: Kangana Ranaut Instagram)

ટૂંક સમયમાં ‘ચંદ્રમુખી 2’માં જોવા મળશે કંગના રનૌત

આ સક્સેસ પાર્ટીમાં કંગના રનૌત ક્વીન જેવી લાગી રહી છે. ઓફ-શોલ્ડર આઉટફિટ, હાઈ પોનીટેલ હેરમાં કંગના રનૌતની સ્ટાઈલ પર ફેન્સે પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે. પરંતુ આ ફિલ્મ હિટ સાબિત થયા બાદ કંગનાએ તેના અપકમિંગ પ્રોજેક્ટને લઈને પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. કંગના રનૌતે ચંદ્રમુખી-2નું પોસ્ટર શેર કરતી વખતે તેના ફેન્સ સાથે તેની જાણકારી શેર કરી હતી. તમને જણાવી દઈએ કે ચંદ્રમુખી-2 તમિલ હોરર કોમેડી ફિલ્મ ચંદ્રમુખીનો બીજો ભાગ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો