
બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ સીરિઝ ‘ધુરંધર’ ઘણા લોકોના ગળે નથી ઊતરી રહી. ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોએ આની ટીકા કરી છે, જેના કારણે હલચલ મચી ગઈ છે. કરોડોની કમાણી કરનારી ‘ધુરંધર’ સીરિઝને લઈને બોલિવૂડમાં આટલી બેચેની કેમ છે? આ તો કોઈને ખબર નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે, આવનારા દિવસોમાં પણ આ બેચેની ખતમ થવાની નથી.
ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા પણ હવે આ લિસ્ટમાં જોડાઈ ચૂક્યા છે, જેમને ‘ધુરંધર’ કંઈ ખાસ નથી લાગી. તિગ્માંશુ ધૂલિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ‘ધુરંધર’ ની વાર્તાની ટીકા કરતા દેખાઈ રહ્યા છે.
તિગ્માંશુ ધૂલિયાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે કોઈ સેમિનારનો લાગી રહ્યો છે. ત્યાં તેમને બોલવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે કે, તેમને ‘ધુરંધર’ ની વાર્તા કંઈ ખાસ નથી લાગી.
Tigmanshu Dhulia says “Islamophobia has spread across the whole society” and Bollywood is infected by it.
Then takes a dig at Dhurandhar for its success: “One spy goes to Pakistan and destroys everything… what even is this?”
So the blockbuster is problematic. Development is… pic.twitter.com/rNpTorrThz
— BALA (@erbmjha) September 8, 2026
તિગ્માંશુ ધૂલિયા બોલી રહ્યા છે, “ધુરંધરની વાર્તા તમે કહી જ નહીં શકો… એક અંડરકવર માણસ છે, જે પાકિસ્તાન જાય છે અને ત્યાં જઈને તબાહી મચાવી દે છે. બોલિવૂડમાં વાર્તાઓ ખતમ થઈ ગઈ છે. કોઈ નવી વાર્તા સંભળાવી નથી રહ્યું. એક તો નવી વાર્તા કોઈ સંભળાવવા નથી માગતું અને જો કોઈ નવી વાર્તા સંભળાવવા માગશે તો તેને ચાન્સ આપવામાં નહીં આવે. એવામાં જ્યારે એક્સ્ટ્રીમ કેપિટલિઝમ (અતિશય મૂડીવાદ) આવી જાય છે, ત્યારે આવું જ થાય છે. હવે મારા શહેર અલ્હાબાદને જ લઈ લો, જેની પોતાની એક ઓળખ હતી. આજે તે તેવું નથી દેખાતું. અલ્હાબાદમાં પણ એ જ ગાડીઓ છે… એ જ મોલ છે. તે શહેરનું કેરેક્ટર (ઓળખ) જ ખતમ કરી દેવામાં આવ્યું છે.”
ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાનું આ નિવેદન એ લોકોના ગળે નથી ઊતરી રહ્યું, જેમને ‘ધુરંધર’ પસંદ આવી છે. આવા લોકો સતત તિગ્માંશુને ‘નારાજ ફૂવા’ ગણાવી રહ્યા છે.