Tiger Shroff Injured: ટાઈગરની હાલત જોઈ હેરાન થયા ફેન્સ, જાણો એક્ટરને થયેલી ગંભીર ઈજા પાછળનું કારણ શું છે?

એક્ટર ટાઈગર શ્રોફે (Tiger Shroff) પોતાના સોશિયલ મીડિયા પર તેની ઈજાગ્રસ્ત હોવાની તસવીર શેર કરી છે. આ તસવીર જોઈને ફેન્સની ચિંતામાં વધારો થઈ ગયો છે. એક્ટરનો આ લુક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

Tiger Shroff Injured: ટાઈગરની હાલત જોઈ હેરાન થયા ફેન્સ, જાણો એક્ટરને થયેલી ગંભીર ઈજા પાછળનું કારણ શું છે?
Tiger Shroff
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 02, 2022 | 3:38 PM

બોલિવુડના એક્શન હીરો ટાઈગર શ્રોફ (Tiger Shroff) આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં બિઝી ટાઈગરની સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તેના ફેન્સ ટેન્શનમાં આવી ગયા છે. હાલમાં જ ટાઈગર શ્રોફે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની ઈજાગ્રસ્ત તસવીરો (Tiger Shroff Photo) શેર કરીને ફેન્સની ચિંતામાં વધારો કરી દીધો છે. એક્ટરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ટાઈગર ખરાબ રીતે ઈજાગ્રસ્ત છે. ટાઈગર શ્રોફની ઈજાગ્રસ્ત તસવીરો જોઈને તમે પણ હેરાન થઈ જશો.

ટાઈગર શ્રોફે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો એક વીડિયો ક્લિપ શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે એક્ટરે કેપ્શનમાં લખ્યું કે આ થવાનું છે… આઉચ… આ વીડિયો બૂમરેંગ છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

ટાઈગર શ્રોફની લેટેસ્ટ વાયરલ તસવીરો બધાને હેરાન કરી દેશે. વીડિયોમાં એક્ટરના ચહેરા પર ગંભીર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં તેની આંખોમાંથી પણ લોહી વહી રહ્યું છે. આ ઘા કોઈ મોટી ઘટના તરફ ઈશારો કરી રહ્યા છે. વીડિયોમાં એક્ટરે જે કપડાં પહેર્યા છે તે ધૂળથી ભરેલા છે.

અહીં જુઓ ટાઈગર શ્રોફની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

શું ખરેખર ઈજાગ્રસ્ત છે ટાઈગર?

ટાઈગર શ્રોફ આ દિવસોમાં તેની અપકમિંગ એક્શન ફિલ્મ ‘ગણપતઃ પાર્ટ 1’ના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મના સેટ પરથી એક્ટરની આ ઇજાગ્રસ્ત તસવીરો સામે આવી છે. હવે તમે વિચારતા હશો કે શું ટાઇગર ખરેખર ઈજાગ્રસ્ત છે. તો હેરાન થવાની જરૂર નથી. એક સ્પેશિયલ એક્શન સિક્વન્સ માટે સ્ક્રિપ્ટમાં ડિમાન્ડ હતી તેના શરીર પર ઈજાના નિશાન બતાવવામાં આવે. જેના માટે ટાઇગરે પ્રોસ્થેટિક્સની મદદથી પોતાના શરીર પર આ ઇજાના નિશાન બનાવ્યા છે.

કઈ હશે ટાઈગરની અપકમિંગ ફિલ્મ?

ટાઈગરનો લેટેસ્ટ લૂક અને તેની પાછળની સ્ટોરી જાણીને ફેન્સ વચ્ચે તેની એક્શન ફિલ્મને લઈને હલચલ વધી ગઈ છે. એક્ટરની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો, ‘ગણપતઃ પાર્ટ 1’માં કૃતિ સેનન સાથે તે ફરી એકવાર કેમેસ્ટ્રી કરતો જોવા મળશે. આ સિવાય એક્ટર એક બીજા મોટા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છે. ટાઈગર અક્ષય કુમાર સાથે ફિલ્મ બડે મિયાં અને છોટે મિયાંમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.