ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલા પણ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ધમાકેદાર અંદાજમાં સાથે જોવા મળ્યા છે. બંને એક્ટર્સ અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ના ગીત ‘મૈં ખિલાડી’ પર ડાન્સ કરી રહ્યાં છે. ટાઈગર તો ટાઈગર અક્ષયની એનર્જીમાં પણ કોઈ કમી નથી. તેના જબરદસ્ત પર્ફોમન્સને જોઈને ફેન્સ પણ તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ટાઈગરની માતા આયેશા શ્રોફ અને અર્ચના પુરણ સિંહ પણ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ અક્ષય કુમાર અને ઈમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’નું ગીત ‘મેં ખિલાડી’ રિલીઝ થયું છે. લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રીલ પણ બનાવી રહ્યા છે. અક્ષયે ટાઈગર શ્રોફ સાથે એક ઈન્સ્ટાગ્રામ રીલ શેયર કરી છે. આ વીડિયોમાં ટાઈગર અને અક્ષય બ્લેક કલરના મેચિંગ આઉટફિટ્સ અને સનગ્લાસ પહેરીને ડાન્સ કરતા જોવા મળે છે. બંને એક્ટર્સ 1994ની ફિલ્મ મેં ખિલાડી તુ અનાડીની પર જોરદાર હૂક સ્ટેપ્સ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય સાથે સૈફ અલી ખાન હતો. ફેન્સ આ ડાન્સને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનો શાનદાર ડાન્સ જોઈને ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ટાઈગર શ્રોફની એનર્જી સાથે અક્ષય કુમારની એનર્જી જોઈને ફેન્સ પણ દંગ રહી જાય છે. એક યુઝરે લખ્યું છે કે ‘ક્યા બાત હૈ અક્કી સર ઈસ ઉંમર મેં એનર્જી’, અનિય એક યુઝરે લખ્યું છે કે ‘વાહ બડે મિયાં છોટે મિયાં’ તો અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘માય ગોડ… મારો મતલબ ટાઈગર મહાન છે પણ અક્ષય સરને જુઓ’. આ સિવાય એક યુઝરે લખ્યું ‘આગ લગા દી’. ફેન્સ સિવાય અર્ચના પુરણ સિંહે હાર્ટ અને ફાયર ઈમોજી શેયર કરી છે. ટાઈગરની માતા આયેશાએ લખ્યું છે કે ‘વેરી ગુડ’.
આ પણ વાંચો : 40 વર્ષની ઉંમરે નેહા ભસીને પોતાના બોલ્ડ ડાન્સથી મચાવી ધૂમ, જુઓ Video
તમને જણાવી દઈએ કે કોમેડી ડ્રામા ફિલ્મ ‘સેલ્ફી’ રાજ મહેતાના ડાયરેક્શનમાં બની છે. આ ફિલ્મનું ટ્રેલર 22 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું. આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. લાંબા સમય પછી ઈમરાન હાશમી મોટાં પડદા પર જોવા મળશે. ઈમરાન અને અક્ષય સાથે આ ફિલ્મમાં ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા જોવા મળશે.