OTT: આ અઠવાડિયે OTT પર શું જોવું? આ નવી રિલીઝ થયેલી ફિલ્મો અને સિરીઝમાં એક્શન, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ જોવા મળશે

New OTT Release:આ અઠવાડિયે, OTT પર ઘણી નવી ફિલ્મો અને સિરીઝો આવી છે જે તમને ભરપૂર મનોરંજન આપશે. જો તમે ઘરે બેઠા જોવા માટે કંઈક નવું મનોરંજન શોધી રહ્યા છો, તો ચાલો તમને નવી રિલીઝ થયેલી સિરીઝ અને ફિલ્મો વિશે જણાવીએ.

OTT: આ અઠવાડિયે OTT પર શું જોવું? આ નવી રિલીઝ થયેલી ફિલ્મો અને સિરીઝમાં એક્શન, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ જોવા મળશે
| Edited By: | Updated on: May 07, 2023 | 2:22 PM

What To Watch On OTT: છેલ્લા થોડા સમયથી ઓટીટીનો ક્રેઝ ખુબ વધ્યો છે. લોકડાઉનમાં લોકો ઓટીટી પર ફિલ્મ અને વેબ સિરીઝ જોવાનો રસ જાગ્યો હતો,હવે કેટલાક એવા ચાહકો પણ છે કે, જે ઓટીટી પર શું નવું રિલીઝ થઈ રહ્યું છે તેની રાહ જોઈને બેઠા છે, આ અઠવાડિયામાં અનેક ફિલ્મ અને સિરીઝ પણ આવે છે જે લોકોનું ભરપુર મનોરંજન કરશે.

મે મહિનો શરૂ થઈ ગયો છે અને મહિનાની શરૂઆત સાથે કેટલીક ફિલ્મો અને સિરીઝો OTT પર આવી ગઈ છે. તો જો તમને પણ OTT પર મૂવી-સિરીઝ જોવાનું ગમે છે, તો ચાલો અમે તમને જણાવીએ કે આ અઠવાડિયે કઈ કઈ નવી રીલિઝ થઈ છે, જેને તમે ઘરે બેસીને માણી શકો છો.

આ પણ વાંચો : Priyanka Chopra Post: પ્રિયંકા ચોપરા પુત્રી માલતી સાથે ખરીદી કરવા નીકળી, ચાહકોએ મા-દીકરીની જોડી પર પ્રેમ વરસાવ્યો

Tu Jhoothi Main Makkar

માર્ચ મહિનામાં રણબીર કપુર અને શ્રદ્ધા કપુરની ફિલ્મ તુ જુઠ્ઠી મેં મક્કાર થિએટરમાં રિલીઝ થઈ હતી. થિયેટર બાદ હવે લોકો આ ફિલ્મ જોવા માંગે છે તો તે ઓટીટી પર જોઈ શકે છે. 3 મેના રોજ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તો તમે હવે આ ફિલ્મને ઘરે બેસીને જોઈ શકો છો.

Saas, Bahu Aur Flamingo

આ લિસ્ટમાં આગામી નામ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી નવી સિરીઝ સાસ, બહુ અને ફ્લેમિગો છે. આ સિરીઝ 5મેના રોજ રિલીઝ થઈ હતી. જેમાં ડિંપલ કાપડિયા, ઈશા તલવાર, અંગિરા ધર,રાધિકા મદાન, દિપર ડોબરિયાલ, નસરુદ્ધિન શાહ જોવા મળ્યા છે, આ સિરીઝમાં એક સાસું તેની બે વહુની સાથે મળી ડ્રગ્સનો બિઝનેસ કરે છે.

Fireflies: Parth Aur Jugnu

બે મિત્રોની વાર્તા અને એક જાદુઈ વૃક્ષને બચાવવા પર આધારિત Fireflies: Parth અને Jugnu ZEE5 પર 5મી મેના રોજ આવી હતી. જો તમે પણ આ સીરિઝ જોવા માંગો છો તો તમે ઓટીટી પર જોઈ શકો છો.

Meter

જો તમે એક એક્શન ફિલ્મ જોવા માંગો છો, તો તમે સાઉથની ફિલ્મ મીટર જોઈ શકો છો. મીટર 5 મેના રોજ નેટફ્લિક્સ પર આવી છે.

 

Corona Papers

છેલ્લી ફિલ્મ છે. Corona Papers જેને તમે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો. જેની સ્ટોરી શાનદાર છે. કોરોના મહામારી દરમિયાન થયેલી એક મોટી લુટ પર આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થઈ હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…