Rakul Preet Singh : બોલિવુડમાં વધુ એક કપલ સાત ફેરા ફરવા જઈ રહ્યું છે. વિક્કી-કટરીના, આલિયા-રણબીર અને ઋચા-અલી બાદ હવે રકુલપ્રીત સિંહે (Rakul Preet Singh) પણ પોતાના લૉન્ગ ટાઈમ બોયફ્રેન્ડ જેકી ભગનાનીની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તમે હવે વિચારતા હશો કે આ કિસ્મત વાળો વ્યક્તિ કોણ હશે તો તમને જણાવી દઈએ કે, રકુલ પ્રીત જેની દુલહનિયા બનવા જઈ રહી છે તે કોઈ બીજુ નહિ પરંતુ બોલિવુડ અભિનેતા જેકી ભગનાની છે, રિપોર્ટસની વાત માનીએ તો કપલ આવતા વર્ષે 2023માં લગ્ન કરશે. આ લગ્નને લઈ રકુલ પ્રીતના ભાઈ અમનએ જાણકારી આપી છે. તો ચાલો જાણીએ કે બંન્ને લગ્નનો નિર્ણય લીધો કે કેમ ?
બોલીવુડમાં ચાલી રહેલા લગ્નની મૌસમ વચ્ચે રકુલ પ્રીતે પણ સારા સમાચાર આપ્યા છે. રિપોર્ટસ અનુસાર આ વાત સાચી છે રકુલ અને જેકી ભગનાનીના લગ્ન આવતા વર્ષે 2023માં થશે. આટલું જ નહિ બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરે છે.
તમને જણાવી દઈએ કે, રકુલ ભાઈ અમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર પુષ્ટિ કરી છે કે, તેની બહેન અને જેકી લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના પર અભિનેત્રીએ કોમેન્ટ કરી છે. રકુલ પ્રીતે ટ્વિટર પર મજાકિયા અંદાજમાં રિપ્લે આપતા લખ્યું કે, અમન તે કન્ફોર્મ કર્યું છે ? તેની જીંદગી સાથે જોડાયેલા આ સમાચાર વિશે તેને કાંઈ જ જાણ નથી. હવે અભિનેત્રીએ આવું કહીને ચાહકોને કન્ફ્યુઝ કર્યા છે.
રકુલ પ્રીત અને જેકી ભગનાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. યુગલ પણ ઘણીવાર સાથે જોવા મળે છે. હવે બંનેએ પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, રકુલના ભાઈએ પણ આ અંગે સંમતિ આપી દીધી છે. રકુલના ભાઈ અમને જણાવ્યું કે રકુલે જેકી સાથે કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. બંને એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા પણ ઈચ્છે છે. હજુ સુધી લગ્નની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. ગત વર્ષે ઓક્ટોબર 2021માં રકુલ પ્રીતે સોશિયલ મીડિયા પર જેકી સાથેના તેના સંબંધો વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારથી બંને ઘણીવાર સાથે જોવા મળે છે.