
ન્યુયર 2026 બોલિવુડ માટે શાનદાર સાબિત થશે. આ વર્ષે અનેક મોટી એક્શન ફિલ્મો થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.વર્ષ 2026માં સલમાન ખાનથી લઈ શાહરુખ ખાનની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તો ચાલો તમને જણાવીએ આ લિસ્ટમાં કઈ કઈ ફિલ્મોના નામ સામેલ છે.
રાની મુખર્જીની એક્શન ફિલ્મ મર્દાની 3 આ વર્ષે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલિઝ ડેટ રિવીલ કરી છે. રાની મુખર્જીની આ એક્શન ફિલ્મ 27 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થશે. રાની મુખર્જી ફિલ્મમાં ફરી એક વખત પોલિસ ઓફિસર શિવાની શિવાજી રોયનું પાત્ર નિભાવતી જોવા મળશે.
શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ કિંગ પણ આ વર્ષે 2026માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ફરી એક વખત શાહરુખ ખાન એક્શન ફોર્મમાં જોવા મળશે. આ ફિલ્મથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સુહાના ખાન અને શાહરુખ ખાનની સાથે દિપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ લીડ રોલમાં જોવા મળશે.
સલમાન ખાનની એક્શન ફિલ્મ બેટલ ઓફ ગલવાન પણ આ વર્ષે 17 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં મેકર્સે ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું છે. જેને જોયા બાદ સલમાન ખાનના ચાહકો ફિલ્મ જોવા માટે આતુર છે.આ ફિલ્મમાં ચિત્રાગંદા સિંહા પણ લીડ રોલમાં જોવા મળશે.
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મ બોર્ડર 2ની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે.બોર્ડર 2 માટે લિરિક્સ મનોજ મુંતશિરે આપ્યા છે. જો ગીતના રિલીઝની વાત કરીએ તો. 2 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે.
આલિયા ભટ્ટ અને શરવરી વાધની એક્શન ફિલ્મ અલ્ફા પણ આ વર્ષે 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા અને શરવરી બંન્ને ફુલ એક્શનમાં જોવા મળશે. આ ફિલ્મ પણ 17 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થઈ શકે છે.જો આવું થાય તો અલ્ફા અને બેટલ ઓફ ગલવાન વચ્ચે ટકકર જોવા મળશે.