આ 6 કારણો, જે દર્શાવે છે કે મોટી ઓપનિંગ કરી શકે છે રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર

|

Sep 06, 2022 | 4:48 PM

ફિલ્મના બ્રહ્માસ્ત્ર (Brahmastra) બે ભાગ છે. આમાંથી પહેલો ભાગ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે અને બીજા ભાગને લઈને મેકર્સે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.

આ 6 કારણો, જે દર્શાવે છે કે મોટી ઓપનિંગ કરી શકે છે રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર
ranbir kapoor flim brahmastra

Follow us on

ફિલ્મ બ્રહ્માસ્ત્રની (Brahmastra) રિલીઝ ડેટ નજીક આવી ગઈ છે. રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં આવશે. રણબીર અને આલિયાની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસે કરી છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હિન્દી ફિલ્મોને જોતા એવું માનવામાં આવતું હતું કે ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરશે નહિ. પરંતુ હવે એડવાન્સ બૂકિંગ જોતા તેવું થાય તે લાગતું નથી. આવું કહેવા પાછળના ઘણાં કારણો છે. જાણો તે કારણો….

મોટી ઓપનિંગ સાબિત થઈ શકે છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર

  • પહેલું કારણ એ છે કે આ ફિલ્મમાં એક ફ્રેશ જોડી છે. રણબીર અને આલિયાની. રણબીર અને આલિયા પહેલીવાર એકબીજા સાથે કામ કરી રહ્યા છે. બંનેને પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર એકસાથે જોવું એ એક મોટી વાત છે.
  • ફિલ્મના એડવાન્સ બુકિંગના મામલે રેકોર્ડ તોડ્યા છે. આઈમેક્સ 3ડી સ્ક્રીન પર ફિલ્મની 7,750 ટિકિટ બુક કરવામાં આવી છે. તમામ થિયેટરોના એડવાન્સ બુકિંગના આંકડા પર નજર કરીએ તો શરૂઆતના દિવસે જ 80 ટકા બુકિંગ થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં રિલીઝના પહેલા દિવસે ફિલ્મનું કલેક્શન સારું થઈ શકે છે.
  • જ્યારે પણ કોઈ ફિલ્મ રીલીઝ થાય છે ત્યારે તેને પાઈરેટેડ સાઈટ્સના કારણે નુકસાન થાય છે. પરંતુ બ્રહ્માસ્ત્ર સાથે આવું થવાની આશાઓ નહિવત્ છે. હાલમાં જ દિલ્હી હાઈકોર્ટે આવી 18 સાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો જેના પર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું સ્ટ્રીમિંગ ગેરકાયદેસર રીતે થઈ શકે છે.
  • બ્રહ્માસ્ત્રના વીએફએક્સની જવાબદારી આ કંપનીએ ઉઠાવી છે, જે ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે. આ પણ ફિલ્મનો એક પ્લસ પોઈન્ટ છે. ફિલ્મનું વીએફએક્સનુ કામ DNEG નામની કંપનીએ કર્યું છે. ફિલ્મ ડ્યૂનના વીએફએક્સ આ કંપની દ્વારા આપવામાં આવ્યા હતા. આ ફિલ્મને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.
  • રણબીર અને આલિયા જ નહીં, આ ફિલ્મમાં એવા બે દિગ્ગજ કલાકારો પણ છે, જેમના નામે ફિલ્મો ચાલે છે. તો તે છે અમિતાભ બચ્ચન અને નાગાર્જુન. આ કલાકારોના કારણે જ ફિલ્મ સારો દેખાવ કરી શકે છે.
  • આ ફિલ્મ ચાલવાનું એક મોટું કારણ એ પણ હોઈ શકે છે કે આ વર્ષે હિન્દી સિનેમામાં આટલી મોટી વીએફએક્સ લેસ ફિલ્મ બની નથી. કદાચ આનો ફાયદો ફિલ્મને મળી શકે.

પીવીઆરમાં એક લાખથી વધુ ટિકિટ વેચાઈ. બ્રહ્માસ્ત્ર હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. રણબીર કપૂરની આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે. વિવિધ ટ્રેડ રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ વિશ્વભરમાં લગભગ 8,000 સ્ક્રીન્સ પર લોન્ચ કરવામાં આવી રહી છે, જે એક મોટી રિલીઝ છે. આ ફિલ્મ 2D તેમજ 3D અને IMAX ફોર્મેટમાં રિલીઝ થઈ રહી છે. શનિવારે એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી સારા અહેવાલો આવી રહ્યા છે.

બોલિવૂડ ફિલ્મ બ્રહ્માસ્ત્રના બે ભાગ છે. આમાંથી, પહેલો ભાગ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે અને મેકર્સે હજુ સુધી બીજા ભાગ વિશે કોઈ જાણકારી આપી નથી. આ ફિલ્મને બનાવવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો છે, જેના કારણે દર્શકોમાં તેનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.

Next Article