‘ભેડિયા’નું ટીઝર થયું રિલીઝ, ગાઢ જંગલમાં દોડતો જોવા મળ્યો વરુણ ધવન

મેકર્સે દાવો કર્યો છે કે આ ટ્રેલરનું માત્ર 30 ટકા છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે દર્શકો ટ્રેલરમાં સંપૂર્ણ મસ્તી કરવાના છે. આ ફિલ્મમાં કૃતિ સેનન એક રસપ્રદ વેટ ડોક્ટર તરીકે જોવા મળશે. વરુણ ધવન (Varun Dhawan) પોતે આ ફિલ્મમાં વરુનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે.

ભેડિયાનું ટીઝર થયું રિલીઝ, ગાઢ જંગલમાં દોડતો જોવા મળ્યો વરુણ ધવન
Bhediya
| Edited By: | Updated on: Sep 30, 2022 | 3:09 PM

વરુણ ધવન હાલમાં પોતાની ફિલ્મ ‘ભેડિયા’ને (Bhediya) લઈને ચર્ચામાં છે. 19 ઓક્ટોબરના રોજ વરુણ ધવન (Varun Dhawan) ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક દાયકો પૂરો કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા વરુણ ધવને બધાને એક સરપ્રાઈઝ આપી હતી. વરુણ ધવન તેની ફિલ્મ ‘ભેડિયા’નું ટ્રેલર 19 ઓક્ટોબરે રિલીઝ કરશે. ટ્રેલર પહેલા ફિલ્મનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનો વીડિયો વરુણ ધવને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ટીઝર શાનદાર લાગે છે.

‘ભેડિયા’નું ટીઝર થયું રિલીઝ

વરુણ ધવને અત્યાર સુધી ઘણી મનોરંજન ફિલ્મો કરી છે. તેણે ‘બદલાપુર’ અને ‘ઓક્ટોબર’ જેવી ઈન્ટેન્સ ફિલ્મો એક્ટિંગ કરીને લોકને મનોરંજન કર્યા છે. પરંતુ આ વખતે તે જે ફિલ્મ લઈને આવી રહ્યો છે તેમાં તે એક અલગ જ રૂપમાં જોવા મળવાનો છે. વરુણ પોતે આ ફિલ્મમાં વરુનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે.

અમર કૌશિકે કર્યું છે ડાયરેક્શન

અમર કૌશિકના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ભેડિયા’ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ફિલ્મને બંને વર્ગના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવાની કોશિશ કરવામાં આવી છે. મેડૉક ફિલ્મ્સે આ પહેલા ‘સ્ત્રી’ જેવી હોરર કોમેડી ફિલ્મ બનાવી હતી અને હવે તેઓ તેમના ફેન્સ વચ્ચે ‘ભેડિયા’ લાવી રહ્યાં છે. તે લોકો એક ક્રિપર કોમેડીની નવી જોનર રજૂ કરવા જઈ રહ્યા છે.

19 ઓક્ટોબરે રિલીઝ થશે તેનું ટ્રેલર

‘ભેડિયા’નું આ ટીઝર જોયા પછી તમને ખ્યાલ આવશે કે કયા લેવલની આ ફિલ્મ હશે. 45 સેકન્ડના આ ટીઝરમાં જંગલોની વચ્ચે ખુંખાર વરુના અવાજો સંભળાય છે. ટીઝરની શરૂઆત જંગલથી થાય છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે ‘ખૌફ હૈ ઇસ જંગલ મેં મેરે નામ કા… પણ મારે આ સ્થિતીમાં શું કરવું જોઈએ. પાપી પેટ બોલા તુમ મર રહે હો ક્યું ખામખાં.’

એક માણસ વરુની સામે દોડતો દેખાય છે અને પછી જોવામાં આવે છે કે કેટલાક લોકોએ આગ લગાવી છે અને ત્યારે જ આગમાં વરુની ઈમેજ બને છે અને તે જોરથી બૂમો પાડે છે. જે બાદ સ્ક્રીન પર વરુણ ધવન અને કૃતિ સેનનનું નામ ફ્લેશ થાય છે. આ ટીઝર વીડિયો શેયર કરતા વરુણ ધવને કેપ્શનમાં લખ્યું, બનેગે ઈન્સાન મેરા નાસ્તા. ભેડિયાનું ટ્રેલર 19 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે.

25 નવેમ્બરે થિયેટરોમાં થશે રિલીઝ

ફિલ્મના ટીઝરમાં મજબૂત વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટીઝર જોઈને તમારી અંદર એક ધ્રુજારી ઉભી થશે. આ ટીઝરમાં વરુણ ધવન જોવા મળે છે , પરંતુ તમે કૃતિ સેનનની ગેરહાજરી ચોક્કસથી મિસ કરશો. મેકર્સે દાવો કર્યો છે કે આ માત્ર 30 ટકા ટ્રેલર છે. તે સ્પષ્ટ છે કે દર્શકો ટ્રેલરમાં સંપૂર્ણ મસ્તી કરવાના છે. આ ફિલ્મમાં કૃતિ સેનન એક રસપ્રદ વેટ ડોક્ટર તરીકે જોવા મળશે. આ ફિલ્મ 25 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.