શાહરૂખ ખાને ફેન્સને આપી દિવાળી ગિફ્ટ, ‘પઠાન’નું ધમાકેદાર ટીઝર થયું આઉટ

શાહરુખ ખાનની મચ અવેટેડ ફિલ્મ પઠાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. શાહરૂખની (Shah Rukh Khan) ત્રણ ફિલ્મોમાંથી એક છે, બીજી બે ફિલ્મ જવાન અને ડંકી છે. તેનું ભારત, સ્પેન અને ઘણી જગ્યાએ શૂટિંગ કરવામાં આવ્યું છે.

શાહરૂખ ખાને ફેન્સને આપી દિવાળી ગિફ્ટ, પઠાનનું ધમાકેદાર ટીઝર થયું આઉટ
Shahrukh khan
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:01 PM

શાહરૂખ ખાન (Shah Rukh Khan) ઘણા સમયથી પોતાના તમામ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. બોલિવૂડનો કિંગ ખાન વર્ષ 2023માં પોતાની ત્રણ ફિલ્મો સાથે ધમાકો કરવા જઈ રહ્યો છે. હાલમાં જ તેની મચ અવેટેડ ફિલ્મ પઠાનનું (Pathaan) ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ તેની ફિલ્મને લઈને ફેન્સની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ટીઝર એક્ટરના જન્મદિવસ પર એટલે કે 2 નવેમ્બરે લોન્ચ થવાનું હતું. પરંતુ દિવાળી પર આ ધમાકો કરીને શાહરૂખે તેના ફેન્સને ગિફ્ટ આપી છે.

શાહરૂખ ખાનની અપકમિંગ ત્રણેય ફિલ્મોને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. હાલમાં જ રીલિઝ થયેલા ટીઝર વીડિયો બાદ તેમનો ઉત્સાહ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા દ્વારા જોઈ શકાય છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી શાહરૂખ લગભગ 3 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કમબેક જબરદસ્ત રહેશે.

અહીં જુઓ પઠાનનું ટીઝર

2 નવેમ્બરના જન્મદિવસની ટ્રીટને બદલે શાહરૂખે તેના ફેન્સને દિવાળીની ટ્રીટ આપી છે. પઠાનનું ટીઝર યશ રાજ ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્વિટર દ્વારા પોસ્ટ શેયર કરતા લખ્યું, “રાહ પૂરી થઈ ગઈ… પઠાનનું ટીઝર રિલીઝ થયું”. તમને જણાવી દઈએ કે આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે જે હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

ફરી સાથે જોવા મળશે શાહરૂખ અને દીપિકા

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત પઠાનમાં શાહરૂખ સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા શારૂખ અને દીપિકાની જોડી ઓમ શાંતિ ઓમ અને ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જેને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી પઠાન શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મોમાંથી એક છે, અન્ય બે ફિલ્મ જવાન અને ડંકી છે. તેનું ભારત, સ્પેન અને ઘણી જગ્યાએ શૂટિંગ કરવામાં આવ્યું છે.