Shehzada New Release Date : શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. પઠાણની રિલીઝ જોઈને બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યેને તેની આગામી ફિલ્મ ‘શહેજાદા’ની રિલીઝ ડેટ આગળ લઈ ગયા છે. પઠાણના ક્રેઝને જોઈને મેકર્સે કાર્તિન આર્યનની ફિલ્મ શહેજાદાની રિલીઝને એક અઠવાડિયા પાછળ ખસેડી છે. પહેલા આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું કે, કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ ‘શહેજાદા’ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. ‘શહજાદા’ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે નહીં અને 17 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો : Shehzada Trailer: કાર્તિક આર્યનની એક્શન પેક્ડ ફિલ્મ ‘શહેજાદા’નું ટ્રેલર થયું રિલીઝ
ફિલ્મ ‘શહેજાદા’ના ટ્રેલરમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનનની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બંનેને ફરી એકવાર સાથે જોવા માટે ફેન્સ આતુર છે. ફિલ્મ ‘શહેજાદા’ પહેલા કાર્તિક આર્યન અને કૃતિ સેનનની જોડી ફિલ્મ ‘લુકા છુપી’માં સાથે જોવા મળી હતી. ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે, કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘શહેજાદા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક રોહિત ધવન છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને ફિલ્મ ‘શહેજાદા’ની રિલીઝ ડેટ ખસેડવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. કિંગ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. ટ્રેડ એક્સપર્ટના મતે, ‘પઠાણ’ થોડાં અઠવાડિયા સુધી સારી કમાણી કરશે. જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.