સાઉથ સુપરસ્ટાર પ્રભાસની (Prabhas) સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અપકમિંગ ફિલ્મ પ્રોજેક્ટ કે (Project K)માં જોવા મળશે. ડાયરેક્ટર નાગ અશ્વિનની આ એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ માટે મેકર્સે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ એક્શનથી ભરપૂર હોવાથી પ્રભાસ-દીપિકાને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે અને આ માટે હોલિવૂડના એક્શન ડાયરેક્ટર્સની મદદ લેવામાં આવશે. પિંકવિલાના રિપોર્ટ મુજબ પ્રોજેક્ટ કંઈક એવો બનવા જઈ રહ્યો છે જે પહેલા ક્યારેય બન્યો નહીં હોય, જેમાં ઘણા હોલીવુડ એક્શન ડાયરેક્ટર કામ કરી રહ્યા છે, આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ કરોડોના બજેટમાં બની રહેલી આ ફિલ્મને પરફેક્ટ બનાવવા માંગે છે.
આ પ્રોજેક્ટ એક મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે મેકર્સ તેની તૈયારીમાં કોઈ કસર નથી છોડી રહ્યા. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મની એક્શન સિક્વન્સ માટે મેકર્સે હોલીવુડના સૌથી પોપ્યુલર એક્શન ડાયરેક્ટરને હાયર કર્યા છે. આ ફિલ્મના એક્શન સિક્વન્સ પર લગભગ 5 યુનિટ કામ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મની સ્ટોરી ભવિષ્ય પર આધારિત છે અને તે ત્રીજા વિશ્વ યુદ્ધની આસપાસ ફરતી જોવા મળશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ હોલીવુડની ફિલ્મોની સ્ટાઈલમાં કરવામાં આવી રહ્યું છે. એનો અર્થ છે કે તે લીલા અને વાદળી સ્ક્રીન પર શૂટ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રભાસ-દીપિકાની સાથે અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં જોવા મળશે. પ્રભાસ અને બિગ બીએ સાથે કેટલાક સીન પણ શૂટ કર્યા છે.
રિપોર્ટ્સ મુજબ ફિલ્મનું 90 ટકા શૂટિંગ હૈદરાબાદના રામૂજી સ્ટુડિયોમાં થશે. અહીં ફિલ્મ માટે મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સિવાય દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીયે તો શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાનમાં અને ઋતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. આ બંને ફિલ્મોમાં પણ દીપિકા જબરદસ્ત એક્શન સીન્સ કરતી જોવા મળશે. પ્રભાસના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં કૃતિ સેનન અને સૈફ અલી ખાન સાથે જોવા મળશે અને તે પ્રશાંત નીલની ફિલ્મ સાલરમાં શ્રુતિ હાસનની સાથે જોવા મળશે.