The Kerala Story : સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત કેરલ સ્ટોરીએ કાશ્મીર ફાઇલોને પણ પાછળ છોડી દીધી છે. એક તરફ ફિલ્મનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશ્ચર્યજનક છે. ફિલ્મ ધ કેરલ સ્ટોરીની કમાણીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી રહી છે.આ ફિલ્મ દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ જ્યાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો કેટલીક જગ્યાએ આ ફિલ્મ પર પ્રતિબંધ છે. આટલું બધું હોવા છતાં ફિલ્મે રિલીઝના 5 દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચો : The Kerala Story : ફિલ્મ જોવા આવેલા દર્શકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સિનેમા હોલની બહાર વિરોધ પ્રદર્શન
સુપ્રીમ કોર્ટ બુધવારે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને પડકારતી “ધ કેરલ સ્ટોરી” ના નિર્માતાઓની અરજી પર 12 મેના રોજ સુનાવણી કરવા સંમત થઈ છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએ ખંડપીઠ સમક્ષ તાત્કાલિક સૂચિબદ્ધ કરવા માટે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.
સાલ્વેએ જણાવ્યું હતું કે, પિટિશનમાં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધ અને તમિલનાડુમાં ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. પ્રથમ બેન્ચે કહ્યું કે, તેણે કેરળ હાઈકોર્ટના આદેશ સામે એક અલગ અરજીની સુનાવણી માટે 15 મે નક્કી કરી છે. જેણે મંગળવારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો અને તે દિવસે પણ આ અરજી પર સુનાવણી કરશે. સાલ્વેએ કહ્યું હતું કે, “અમે દરરોજ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છીએ.” આના પર ખંડપીઠે 12 મેના રોજ અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી.
હવે ફિલ્મની નજર 100 કરોડ તરફ છે. આ ફિલ્મ જે રીતે અઠવાડિયામાં કમાણી કરી રહી છે, તે સ્પષ્ટ છે કે આ ફિલ્મ આ સપ્તાહના અંત સુધીમાં સરળતાથી 100 કરોડથી વધુની કમાણી કરી લેશે. તે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે. આમાં અદા શર્મા લીડ રોલમાં છે અને આ ફિલ્મ એક એજન્ડા હેઠળ બની હોવાનું કહેવાય છે. જેના કારણે આ ફિલ્મને લઈને ઘણી જગ્યાએ હંગામો જોવા મળી રહ્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…