
The Kerala Story : સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને લઈને દેશભરમાં હોબાળો થયો હતો. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે શાનદાર ઓપનિંગ લીધી હતી અને કમાણીના મામલામાં શેહઝાદા અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. માત્ર 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે મોટી કોમર્શિયલ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. કેરળ સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
આ પણ વાંચો : The Kerala Story : શું ધ કેરલા સ્ટોરી કાશ્મીર ફાઇલ્સની જેમ રહેશે બ્લોકબસ્ટર, દર્શકો Box office સુધી પહોંચશે?
જ્યાં એક તરફ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો બીજી તરફ તેને ટ્રોલ થવાનો ફાયદો પણ મળી રહ્યો છે. કેરળ સ્ટોરીને દર્શકોની સારી ભીડ મળી રહી છે. જો તમે ફિલ્મના પહેલા દિવસના કમાણીના આંકડા પર નજર નાખો તો તેણે સિંગલ ડિજિટમાં કમાણી કરી છે. સૈકનિલ્કના રિપોર્ટના આધારે ધ કેરલા સ્ટોરીએ પહેલા દિવસે 7.50 કરોડનું કલેક્શન કર્યું છે. જો કે આ પ્રારંભિક વલણોના આંકડા છે. ઓફિશિયલ આંકડા આનાથી પણ વધુ હોઈ શકે છે.
આ રીતે, ધ કેરળ સ્ટોરી 2023ની ટોપ ઓપનિંગ ફિલ્મોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ફાયદો પણ મળી રહ્યો છે. આ લિસ્ટમાં શાહરૂખ ખાનની ફિલ્મ ટોપ પર છે. પઠાણે પહેલા દિવસે 57 કરોડની કમાણી કરી હતી. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન 15.81 કરોડની કમાણી સાથે યાદીમાં બીજા નંબર પર છે. તુ જૂઠી મેં મક્કર 15.73 કરોડ સાથે ત્રીજા નંબરે અને અજય દેવગનની ફિલ્મ ભોલા 11.20 કરોડ સાથે ચોથા નંબર પર છે.
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કેરાલા સ્ટોરી 3 મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જેઓનું બ્રેઈનવોશ કરીને ઈસ્લામિક ધર્મ અપનાવવામાં આવે છે અને આતંકવાદી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ હતી. ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…