Bollywood News: ફોટામાં દેખાતી આ છોકરી બોલિવૂડની જાણીતી ડાન્સર અને સુપરસ્ટારની છે માતા, તમે ઓળખી શકો તો જિનિયસ કહેવાશો

ઘણીવાર સ્ટાર્સની જૂની તસવીર ઓળખવાની ચેલેન્જ આપવામાં આવે છે. હવે એક તસવીરને લઈને ચાહકો મૂંઝવણમાં છે કે આખરે કઈ બોલિવૂડ એક્ટ્રેસ તસવીરમાં રહેલી મહિલાના ચહેરા સાથે મેચ કરી રહી છે.

Bollywood News: ફોટામાં દેખાતી આ છોકરી બોલિવૂડની જાણીતી ડાન્સર અને સુપરસ્ટારની છે માતા, તમે ઓળખી શકો તો જિનિયસ કહેવાશો
The girl in the photo is the mother of a famous Bollywood dancer and superstar
| Edited By: | Updated on: Mar 20, 2022 | 3:57 PM

બોલિવૂડ સેલેબ્સની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર સામાન્ય બની ગઈ છે. ઘણીવાર એ સ્ટાર્સની જૂની અદ્રશ્ય ઝલક સામે આવે છે. જેમને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવે છે. ફરી એકવાર એક તસવીરને લઈને ચાહકો મૂંઝવણમાં છે કે આખરે કઈ બોલિવૂડ એક્ટ્રેસ તસવીરમાં રહેલી મહિલાના ચહેરા સાથે મેચ કરી રહી છે.

એમાં કોઈ શંકા નથી કે લાખો પ્રયત્નો પછી પણ બદલાયેલા લુકમાં સ્ટાર્સની ઝલક તરત જ ઓળખી શકાતી નથી. હવે આ વાયરલ તસવીરને જુઓ, જેમાં એક સુંદર છોકરી હસતી જોવા મળી રહી છે. તેનો સિમ્પલ લુક જોઈને કોઈ કલ્પના પણ નહીં કરી શકે કે તે બોલિવૂડની સૌથી મોટી ડાન્સર છે. આવો ડાન્સર બોલિવૂડમાં આજ સુધી ક્યારેય બન્યો નથી. તે ‘યે પિયા તુ અબ તો આ જા.., યે મેરા દિલ યાર કા દીવાના.., ઓ..મુંગડા મુંગડા..’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી હેલનની.

બીજા વિશ્વયુદ્ધ પછી પરિવાર આવ્યો ભારત

સુપરસ્ટાર હેલને હંમેશા તેના અભિનય, ડાન્સ અને દેખાવથી બધાને પ્રભાવિત કર્યા છે. તે 700થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. બર્મામાં 21 નવેમ્બર 1938ના રોજ જન્મેલી હેલનના પિતા એંગ્લો ઈન્ડિયન અને માતા બર્મીઝ હતી. તેને એક ભાઈ રોજર અને બહેન જેનિફર છે. બીજા વિશ્વયુદ્ધમાં તેમના પિતાનું અવસાન થયું. ત્યારબાદ તેમનો પરિવાર ભારત રહેવા આવી ગયો.

સલીમ ખાન સાથે કર્યા લગ્ન

વર્ષ 1980માં હેલને સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્ની બનેલી હેલનના કારણે ખાન પરિવારમાં હંગામો મચી ગયો હતો. સલમાન સહિત ત્રણેય ભાઈઓ સંપૂર્ણપણે હેલનની વિરુદ્ધ હતા. જો કે, ધીમે-ધીમે ત્રણેય ભાઈઓ અને તેમની અસલી માતા સલમા ખાનને ખ્યાલ આવે છે કે હેલન એટલી ખરાબ નથી જેટલી તેઓ વિચારે છે. આજે તેના પરિવારના તમામ સભ્યો એકત્ર થાય છે અને એકબીજાને મળે છે.

આ પણ વાંચો: Funny Video: બે આખલાની લડાઈમાં જ્યારે વચ્ચે આવ્યો અચાનક કૂતરો, ત્યારે જોવા મળ્યો એક રમૂજી નજારો

આ પણ વાંચો: Funny Video: વ્યક્તિએ ગાયને પૂછ્યું ગામનું સરનામું, મળ્યો આવો જવાબ