સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાની (Vijay Deverakonda) ફિલ્મ ‘લાઇગર’ને (Liger) લઈને ચાહકોમાં જબરદસ્ત ચર્ચા છે. 31 ડિસેમ્બરે, નિર્માતાઓએ લાઇગરનો ટીઝર વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં MMA ફાઇટ સિક્વન્સ બતાવવામાં આવી છે. આ સાથે મુંબઈના સ્લમ ડોગ ઓફ સ્ટ્રીટ્સ અને ચાય વાળાના સંઘર્ષની કહાણી બતાવવામાં આવી છે. ફિલ્મની વાર્તા એક ચા વાળા પર આધારિત છે જે MMA લડાઈ સુધી પહોંચે છે. જ્યારથી ફિલ્મનો ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે, ત્યારથી જ ચાહકો વિજયના ઇન્ટેન્સ લુકના વખાણ કરી રહ્યા છે.
‘Liger’ એ પાન ઈન્ડિયા ફિલ્મ્સ માટે બેન્ચમાર્ક સેટ કર્યો છે. છેલ્લા 24 કલાકમાં આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં આ વીડિયોને 25 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો છેલ્લા 4 દિવસથી યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
‘Liger’ ના ટીઝર વીડિયોની શરૂઆત MMA કોમેન્ટેટર વિજયને લાઇગર તરીકે કરાવે છે, જે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતો અને ચા વેચનાર ભારતીય છોકરો છે. વીડિયોમાં 32 વર્ષીય વિજય તેની માતા સાથે મુંબઈના રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. વિજયની માતાનું પાત્ર અભિનેત્રી રામ્યા કૃષ્ણને ભજવ્યું છે.
વિજયને કેટલાક મજબૂત એક્શન સીન અને ડાયલોગ્સ સાથે બતાવવામાં આવ્યો છે. દિગ્દર્શક પુરી જગન્નાધ તેમના હીરોને સૌથી સ્ટાઇલિશ અવતારમાં રજૂ કરવા માટે જાણીતા છે. વિજય આ પહેલા જોરદાર એક્શન સીન કરતો જોવા મળ્યો નથી. તેના આ રૂપાંતરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજયે તેના શરીરની સાથે સ્ટાઈલ પર પણ ઘણું કામ કર્યું છે. અભિનેતા પોનીટેલ લુકમાં જોવા મળી રહ્યો છે.
લાઇગરમાં અનન્યા પાંડે, માઈક ટાયસન, રામ્યા કૃષ્ણન, રોનિત રોય, વિશુ રેડ્ડી, અલી, મકરંદ દેશ પાંડે અને ગેટઅપ શ્રીનુ મુખ્ય ભૂમિકામાં છે. વિષ્ણુ શર્માએ લાઇગરમાં સિનેમેટોગ્રાફી કરી છે. કીચા થાઈલેન્ડના સ્ટંટ ડિરેક્ટર છે. પુરી અને ધર્મા પ્રોડક્શને સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ચાર્મી કૌર, કરણ જોહર, અપૂર્વ મહેતા નિર્માતા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝર વીડિયોને મળેલા જબરજસ્ત પ્રતિસાદથી મેકર્સની અપેક્ષાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –