Bholaa Teaser Ajay Devgn: બોલિવૂડ એક્ટર અજય દેવગનની ફિલ્મ ભોલાનું નવું ટીઝર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં અજય દેવગનનું વિકરાળ રૂપ જોવા મળશે. તેના ઘણા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. હવે આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર જોઈને અંદાજ લગાવી શકાય છે કે અજય દેવગનની આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે.
ઘણી ફિલ્મોમાં અજય દેવગન એક્શન કરતો જોવા મળ્યો છે. પરંતુ બનારસના બેકડ્રોપ પર ભોલેનાથના ભક્ત અજય દેવગનનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. તેનો લૂક પણ ખૂબ જ ઈન્ટેન્સ છે અને આ ટીઝર પણ ખૂબ જ પ્રોમોસિંગ લાગી રહ્યું છે. અજય દેવગન ફુલ ઓન એક્શન મોડમાં છે. અજયે પોતે જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેયર કર્યું અને કેપ્શનમાં લખ્યું – જબ એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાએગા… #BholaaTeaser2 ટીઝર આઉટ.
અજય દેવગનના આ ટીઝર પર ફેન્સ પણ જોરદાર રિએક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મને લઈને પોતાની આતુરતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે – અજય દેવગન મૂવીઝની રિમેક બનાવી રહ્યા છે, પરંતુ તે ખૂબ જ શાનદાર રીતે બનાવી રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે 3 નેશનલ એવોર્ડ જીતનાર એક્ટર અજય દેવગનની અન્ય એક બ્વોકબસ્ટર ફિલ્મ. તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મનો તબ્બૂનો લૂક આઉટ થયો હતો, જેમાં તે પોલીસના યુનિફોર્મમાં જોવા મળી હતી. તેનો લૂક ખૂબ જ ધાકડ હતો અને ફેન્સને પણ તે પસંદ આવ્યો હતો.
આ પણ વાંચો : Athiya shetty kl rahul wedding : ઈન્ટરનેટ પર આથિયા-કેએલ રાહુલના આઉટફિટ ચર્ચામાં, લગ્નના આઉટફિટ કોણે કર્યા ડિઝાઇન?
ફિલ્મની વાત કરીએ તો અજય દેવગને પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આમાં તેની અપોઝિટ તબ્બૂ જોવા મળી રહી છે. ફરી એકવાર દ્રશ્યમની આ સુપરહિટ જોડી ફેન્સને એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં દીપક દોબરિયાલ, શરદ કેલકર, માકરંદ દેશપાંડે અને સંજય મિશ્રા જોવા મળશે. અજયની અ ફિલ્મ સાઉથની ફિલ્મ કૈથીની રિમેક છે. આ ફિલ્મ 30 માર્ચ 2023ના રોજ રીલિઝ થશે.