ઈન્ટીમેટ ડિનર સાથે ઉજવ્યો તારા સુતરિયાએ તેના બોયફ્રેન્ડ આદર જૈનનો જન્મદિવસ, જુઓ તસવીરો

તારા સુતરિયાએ (Tara Sutaria) તેના કથિત બોયફ્રેન્ડ આદર જૈનનો (Aadar Jain) જન્મદિવસ કેટલાક મિત્રો સાથે મળીને સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનની તસવીરો તારાએ પણ સોશિયલ મીડિયા પર શેયર કરી છે.

ઈન્ટીમેટ ડિનર સાથે ઉજવ્યો તારા સુતરિયાએ તેના બોયફ્રેન્ડ આદર જૈનનો જન્મદિવસ, જુઓ તસવીરો
Aadar-Jain-And-Tara-Sutaria
| Edited By: | Updated on: Aug 07, 2022 | 8:17 PM

તારા સુતરિયા (Tara Sutaria) અને આદર જૈન (Aadar Jain) લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં જરાય શરમાતા નથી. તારા સુતરિયાની ફેન ફોલોઈંગ તો સારી છે જ પરંતુ આદર જૈનની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. બંને પોતાના સંબંધોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. 6 ઓગસ્ટે આદર જૈનનો જન્મદિવસ હતો અને આવી પરિસ્થિતિમાં તારા સુતારિયાએ તેમનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પણ શેયર કરી.

તારા સુતારિયાએ આદર જૈન સાથે તેની તસવીરો શેયર કરતાં લખ્યું, ‘હેપ્પી બર્થડે, મેરી (વર્લ્ડ ઇમોજી) (બ્લેક હાર્ટ ઇમોજી).’

તારા અને આદર સાથે વધુ બે લોકો પણ મળ્યા હતા જોવા

તારા સુતારિયાએ આ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી છે. આ તસવીરોમાં તારા સુતારિયા તેના બોયફ્રેન્ડ આદર જૈન સાથે જોવા મળી રહી છે. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ બંને સાથે તેમના કેટલાક મિત્રો પણ જોવા મળે છે, જેમણે ડિનરની મજા માણી હતી. આદર જૈનના ભાઈ અરમાનની પત્ની અનીસા મલ્હોત્રા જૈન પણ પાર્ટીમાં આવી હતી.

તારા સુતરિયાએ આ પાર્ટીમાં સફેદ રંગનું કોર્સેટ ટોપ પહેર્યું છે અને તેણે બ્લુ કલરનું ડેનિમ ડિસ્ટ્રેસ્ડ જીન્સ પણ પહેર્યું છે. જ્યારે આદરે પ્રિન્ટેડ શર્ટ પહેર્યું છે અને તેણે બ્લેક કલરના પેન્ટ સાથે મેચ કર્યું છે.

વર્ષ 2019માં આવ્યા હતા તેમના રિલેશનશિપના સમાચાર

તારા સુતરિયા અને આદર જૈન વચ્ચેના રિલેશનશિપના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે વર્ષ 2019માં બંનેએ મલાઈકા અરોરાની બર્થડે પાર્ટી અને અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં સાથે પોઝ આપ્યો હતો. આ બંને ઘણીવાર કપૂર પરિવારના ફંક્શનમાં જોવા મળે છે.

‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી તારા

તારા સુતારિયાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. પરંતુ લોકો તેને બહુ પસંદ નથી કરી રહ્યા. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર, દિશા પટની અને જોન અબ્રાહમ જેવા કલાકારો જોવા મળ્યા છે. આદર જૈન છેલ્લે વર્ષ 2021માં ફિલ્મ ‘હેલો ચાર્લી’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે જેકી શ્રોફ, શ્લોકા પંડિત, એલનાઝ નોરોજી અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું ડાયરેક્શન પંકજ સારસ્વતે કર્યું હતું અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ પ્રોડ્યુસ કરી હતી.