સાઉથ એક્ટરે આપી મોતને માત, એક્શન સીન દરમિયાન બચ્યો જીવ, જુઓ Viral Video

વિશાલ કૃષ્ણ રેડ્ડીએ (Vishal Krishna Reddy) પોતાના ટ્વિટર હેન્ડલ પર 'માર્ક એન્ટોની'ના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફિલ્મના સેટ પર એક્ટર સાથે મોટો અકસ્માત થતા થતા રહી ગયો હતો.

સાઉથ એક્ટરે આપી મોતને માત, એક્શન સીન દરમિયાન બચ્યો જીવ, જુઓ Viral Video
Vishal Krishna Reddy
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 24, 2023 | 7:25 PM

તમિલ ફિલ્મના સુપરસ્ટાર અને પ્રોડ્યુસર વિશાલ કૃષ્ણ રેડ્ડીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેની અપકમિંગ ફિલ્મ ‘માર્ક એન્ટોની’ના શૂટિંગ દરમિયાન થયેલા એક અકસ્માતનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક્ટર અકસ્માતનો ભોગ બનવાથી બચી જતો જોવા મળી રહ્યો છે. હવે આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તેના ફેન્સ હેરાન થઈ ગયા છે.

વિશાલ સાથે થયો મોટો અકસ્માત

વિશાલ કૃષ્ણ રેડ્ડીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘માર્ક એન્ટોની’ના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફિલ્મના સેટ પર એક્ટર સાથે મોટો અકસ્માત થયો હતો. ફેન્સ સાથે વીડિયો શેયર કરતા વિશાલે લખ્યું, ‘થોડી સેકન્ડ અને થોડા ઈંચથી ભગવાને મારો જીવ બચાવી લીધો. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. હું આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છું અને હવે શૂટ પર પરત ફર્યો છું.

અહીં જુઓ વિશાલનો વીડિયો

ટ્રકે ગુમાવ્યું સંતુલન

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફિલ્મ ‘માર્ક એન્ટની’નું શૂટિંગ ચાલી રહ્યું છે. સેટ પર આખી કાસ્ટ અને ક્રૂ શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફાઈટ સિક્વેન્સમાં ટ્રકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેમાં ટ્રકને દિવાલ તોડીને બહાર આવવા બાદ ઉભું રહેવાનું હતું. પરંતુ અચાનક ટ્રકે તેનું સંતુલન ગુમાવ્યું અને તે જગ્યા તરફ ઝડપી ગતિએ આગળ વધવા લાગ્યો જ્યાં વિશાલ પણ હતો. ટ્રકને કાબૂ બહાર જતી જોઈને સેટ પર દોડધામ થઈ ગઈ હતી. વિશાલનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: દમદાર હશે રાણી મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway ,ટ્રેલર જોઈ આંખમાં આવશે આસું

ફેન્સ એક્ટરના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના

એક તરફ જ્યાં આ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તો બીજી તરફ આ વીડિયોને જોઈને વિશાલના ફેન્સની ચિંતા વધી ગઈ છે. આ ઘટના બાદ વિશાલના ફેન્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઘણા ફેન્સ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા લોકો વિશાલની બહાદુરીના વખાણ પણ કરી રહ્યા છે.