સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ચર્ચામાં છે. પુષ્પાની સફળતા બાદ અલ્લુના ફેન્સ આ ફિલ્મની અપકમિંગ સિક્વન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અલ્લુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શૂટિંગમાંથી બ્રેક લીધા બાદ પરિવાર સાથે જંગલ સફારીની મજા લેતો જોવા મળે છે.
ALLU ARJUN Did Tiger Safari At Ranthambhore On Friday Morning @alluarjun #AlluArjun #Desamuduru4K #PushpaTheRule #AlluArjun #PushpaTheRise #Pushpa2 pic.twitter.com/hSe5Tou8fS
— Demi God Bunny ❤️ (@DEMI_GOD_BUNNY) February 28, 2023
હાલમાં અલ્લુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર તેના પરિવાર સાથે રણથંભોરમાં જંગલ સફારીની મજા માણતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અલ્લુ બે દિવસ રણથંભોરમાં રહ્યો હતો. આ દરમિયાન તે તેની પત્ની સ્નેહા, પુત્ર અયાન અને પુત્રી અરહા સાથે હોટેલ સિક્સ સેન્સમાં રોકાયો હતો. તે તેના બ્રેક દરમિયાન જંગલ સફારી પર પણ ગયો હતો અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.
‘પુષ્પા 2’ના ડાયરેક્ટર સુકુમારે ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનના 41મા જન્મદિવસને ખાસ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અલ્લુ 8મી એપ્રિલે તેનો જન્મદિવસ ઉજવશે, સુકુમાર એક્ટર જન્મદિવસ પર ‘પુષ્પા 2’નો ફર્સ્ટ લુક શેર કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. આ સમાચાર પછી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે ડાયરેક્ટર ફિલ્મનું ટીઝર અથવા ટ્રેલર રિલીઝ કરી શકે છે.
આ પણ વાંચો : રામચરણની પત્નીની ડિલીવરી કરાવા આવશે અમેરિકન ટીવી હોસ્ટ? જાણો ઉપાસનાએ શું કહ્યું
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ગયા વર્ષે 17 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન લાલ ચંદન સ્મગલર પુષ્પરાજના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે રશ્મિકા મંદાનાએ તેની લેડી લવ શ્રીવલ્લીનો રોલ પ્લે કર્યો હતો. ‘પુષ્પા ધ રાઇઝ’એ માત્ર હિન્દી બેલ્ટમાં જ 110 કરોડથી વધુની કમાણી કરી હતી. ‘પુષ્પા 2’ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2024માં રિલીઝ થશે.