ફિલ્મ ‘The Crew’માં જોવા મળશે આ ત્રણ સુંદરીઓની ત્રિપુટી, આવી હશે વાર્તા

'The Crew' રિયા કપુર અને એકતા કપુર એક વધુ મલ્ટી એકટ્રેસ ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં કરીના કપુર ખાન, તબ્બુ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્ટોરી મહિલાઓ પર આધારિત છે.

ફિલ્મ The Crewમાં જોવા મળશે આ ત્રણ સુંદરીઓની ત્રિપુટી, આવી હશે વાર્તા
Kareena kapoor, tabbu, kruti senan
| Edited By: | Updated on: Nov 09, 2022 | 1:59 PM

તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનને તેમની મજબૂત અભિનય દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હવે મળતી માહિતી મુજબ આ ત્રણેય સુંદરીઓ એક સાથે નજરે આવશે. ફિલ્મનું નિર્માણ વીરે દી વેડિંગની સુપર હિટ જોડી, એકતા કપુર અને રિયા કપુર કરવાના છે. દર્શકો માટે ડ્રામા અને કોમેડીનું કોકટેલ લઈને આ ત્રણેય અભિનેત્રીઓને સાથે દર્શાવવામાં આવશે.

ત્રણેય અભિનેત્રીઓ બ્લેક કલરના આઉટફિટમાં

હવે ‘The Crew’ને લઈને એક્ટ્રેસ તબ્બુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકીએ છીએ કે, કરીના કપુર ખાન, તબ્બુ અને કૃતિ સેનન સાથે પોતાના લુકનો ટેસ્ટ માટે પોઝ આપતી દેખાઈ રહી છે. આ સાથે જ ત્રણેય અભિનેત્રીઓ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળે છે.

જુઓ ત્રિપુટીની સુંદરીઓનો વીડિયો….

 આવતા વર્ષે થશે શૂટિંગ શરૂ

રાજેશ કૃષ્ણન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરી 2023માં શરૂ થશે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મની સ્ટોરી ઘણી શાનદાર અને ફની હશે. કારણ કે આ સ્ટોરી આઉટ ઓફ ધ બોક્સ હશે. જે ત્રણ મહિલાઓ પર આધારિત છે.

ફિલ્મમાં 3 મહિલાઓ પોતાને સાબિત કરવા માટે બધુ જ કરે છે. વાસ્તવમાં તેમની નિયતિ કેટલીક અયોગ્ય પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે અને તે જુઠાણાની જાળમાં ફસાઈ જાય છે. ‘The Crew’ ભૂલો અને દુર્ઘટનાઓની કોમેડીથી ભરેલી ગલીપચી કરતી ફિલ્મ છે.

આ દિવસે રિલિઝ થશે ફિલ્મ

કૃતિ સેનન તેની આગામી ફિલ્મ ‘ભેડિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કૃતિએ કહ્યું, “હું હંમેશા મજબૂત પાત્રો અને અનોખી વાર્તાઓ માટે આતુર છું અને ‘ધ ક્રૂ’ તેમાંથી એક છે. હું પ્રતિભાના બે પાવરહાઉસ તબ્બુ મેમ અને કરીના સાથે કામ કરવા માટે રોમાંચિત છું. એકતા કપુર તેમજ રિયા કપૂર દ્વારા નિર્મિત કોમેડી આ ફિલ્મ ‘ધ ક્રૂ’ ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે.