
Bollywood : બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) લાંબા સમયથી તેની આગામી અપકમિંગ વેબ સીરિઝને લઈને ચર્ચામાં છે. તાલી નામની આ સીરિઝમાં તે ટ્રાન્સઝેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતનો રોલ ભજવી રહી છે. ગૌરી સાવંતે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ ક્યારેય હાર નથી માની. આજે 7 ઓગસ્ટના દિવસે મેકર્સે આ સીરિઝનું ટ્રેલર લોન્ચ કર્યું છે.
થોડા સમય પહેલા જ આ સીરિઝનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ સીરિઝમાં સુષ્મિતાનું અસરદાર લાગી રહ્યું હતુ. આજે જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારે તેનું દમદાર પાત્ર લોકો સામે આવ્યું છે. આ ટ્રેલરમાં ‘ગૌરી ભી કભી ગણેશ થા’ ડાયલોગ લોકો પર પ્રભાવ છોડી રહ્યો છે. સુષ્મિતાના અવાજમાં આ ડાયલોગ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : Savage Song : હની સિંઘનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ Savage થયું રિલીઝ, જુઓ Video અને Lyrics
“નમસ્કાર, હું ગૌરી, આ વાર્તા મારા જેવા ઘણા લોકોની છે. કારણ કે આ ગૌરી પણ એક સમયે ગણેશ હતી.” સુષ્મિતા સેનના અવાજથી આ ટ્રેલરની શરુઆત થાય છે. ટ્રેલરમાં ગૌરી સાવંતના બાળપણની પણ ઝલક છે જ્યારે તે ગણેશ હતો. ટ્રેલરમાં બતાવેલા કેટલાક સીન દર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે.
આ પણ વાંચો : Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ ‘ એક જિંદગી’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
ગણેશ ગૌરી બનવાની ઝલક અને જીવનની મુશ્કેલીઓ પણ ટ્રેલરમાં જોવા મળી રહી છે. ટ્રેલર ખૂબ જ દમદાર લાગે છે અને સુષ્મિતા આ રોલમાં શાનદાર લાગી રહી છે. હવે આ વેબ સીરીઝના રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે. તાલી ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમા પર 15 ઓગસ્ટથી સ્ટ્રીમ થવા જઈ રહી છે. જો કે, ચાહકો લાંબા સમયથી સુષ્મિતાની સીરિઝ આર્યાની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. તેણે આર્યા દ્વારા જ OTTની દુનિયામાં પ્રવેશ કર્યો.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:56 pm, Mon, 7 August 23