પતિ ફહદ અહમદને ભાઈ કહેવા બદલ સ્વરા ભાસ્કરને કરવામાં આવી ટ્રોલ, લોકોએ કહ્યું- “ભૈયાથી સીધા સૈયા”

|

Feb 17, 2023 | 5:03 PM

સ્વરા ભાસ્કરે (Swara Bhaskar Wedding) પોતાનાથી ચાર વર્ષ નાના ફહદ અહમદ સાથે લગ્ન કર્યા છે. હવે તેનું એક જૂનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે ફહદને ભાઈ કહીને સંબોધ્યો હતો.

પતિ ફહદ અહમદને ભાઈ કહેવા બદલ સ્વરા ભાસ્કરને કરવામાં આવી ટ્રોલ, લોકોએ કહ્યું- ભૈયાથી સીધા સૈયા
SWARA BHASKAR
Image Credit source: Social Media

Follow us on

Swara Bhaskar Wedding: સ્વરા ભાસ્કરે તેના લગ્નની સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને બધાને હેરાન કરી દીધા હતા. એક્ટ્રેસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણે રાજનેતા ફહદ અહમદ સાથે લગ્ન કર્યા છે. કપલે 16 ફેબ્રુઆરીએ તેમના લગ્નની જાહેરાત કરી હતી અને તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે ખાસ સેલિબ્રેશન કર્યું હતું. હાલમાં સ્વરાનું એક જૂનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે તેના પતિ ફહદને ભાઈ કહીને સંબોધ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સ્વરા ભાસ્કરે કર્યા લગ્ન

2 ફેબ્રુઆરી, 2023 ના રોજ, સ્વરા અને ફહદ વચ્ચે ટ્વિટર પર મજાક થઈ હતી. તે દિવસે ફહદનો જન્મદિવસ હતો અને સ્વરાએ સમાજવાદી પાર્ટીની યુવા વિંગ સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વરાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે ફહદ મિયાં! ભાઈ તમારો આત્મવિશ્વાસ બરકરાર રાખો, ફહદ અહમદ ખુશ રહો, સેટલ થઈ જાઓ.. તમે વૃદ્ધ થઈ રહ્યા છો, હવે લગ્ન કરો! તમારો જન્મદિવસ અને વર્ષ શાનદાર રહે, મિત્ર.

સ્વરાએ ફહદને કહ્યું ભાઈ

જેના જવાબમાં ફહદે કહ્યું, “શુક્રિયા ઝર્રાનવાજી કા દોસ્ત ભાઈ કે કોન્ફિડેન્સને તો તો ઝંડે ગાડે હૈ, વો તો બરકરાર રખના જરૂરી હૈ અને હા, તમે વચન આપ્યું હતું કે તમે મારા લગ્નમાં આવશો, પછી સમય કાઢો… મેં છોકરી શોધી લીધી છે. …

2 ફેબ્રુઆરીનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ

સોશિયલ મીડિયા પર લોકો હેરાન થઈ ગયા છે કે જ્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો તો પછી તેઓ ઈન્ટરનેટ પર એકબીજાને ભાઈ-બહેન કેમ કહી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘ભૈયા સે સીધા સૈયાં,’ જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી, ‘અરે તુમ દોનો તો ભાઈ બહેન થે ના.’ અન્ય યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું, “મતલબ કે ખીચડી પહેલેથી જ કૂકરમાં હતી…પાકી હવે છે…અભિનંદન.”

આ પણ વાંચો : Swara Bhasker Marriage: જાણો કોણ છે ફહદ અહમદ, જેની સાથે સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા

સોશિયલ મીડિયા પર તેના લગ્નના સમાચાર શેયર કરતા સ્વરાએ લખ્યું, ‘ક્યારેક તમે દૂર-દૂર સુધી એવી વસ્તુ શોધો છો જે તમારી બાજુમાં હોય. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા મિત્ર મળ્યો અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા! મારા દિલમાં આપનું સ્વાગત છે ફહદ….

Next Article