Viral Video: રસ્તા પર બોટલ ફેંકવાથી લઈ એક્સ બોયફ્રેન્ડે પકડેલી સુષ્મિતા સેનની બેગને લઈ ટ્રોલ થઈ એક્ટ્રેસ, જુઓ વીડિયો

સુષ્મિતા સેન (Sushmita Sen) અને રોહમન શોલ ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર તે વિવિધ કારણોસર ટ્રોલ થઈ રહી છે. જુઓ વાયરલ વીડિયો.

Viral Video: રસ્તા પર બોટલ ફેંકવાથી લઈ એક્સ બોયફ્રેન્ડે પકડેલી સુષ્મિતા સેનની બેગને લઈ ટ્રોલ થઈ એક્ટ્રેસ, જુઓ વીડિયો
Sushmita Sen and rohman shawl
| Edited By: | Updated on: Apr 12, 2023 | 5:27 PM

બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ એકસાથે સ્ટોરની બહાર જોવા મળ્યા હતા. સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદીને તે તેની પુત્રી અને એક્સ બોયફ્રેન્ડ સાથે બહાર આવતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન અને રોહમન શોલ અલગ થઈ ગયા હતા અને એક્ટ્રેસે આ સંબંધ વિશે કહ્યું હતું કે તે બંને સારાં મિત્રો રહેશે. આ વીડિયોને પાપારાઝીએ શેયર કર્યો છે અને લોકોએ કોમેન્ટ સેક્શનમાં બંનેને ટ્રોલ કર્યા છે.

અહીં જુઓ વીડિયો

લોકોએ કહ્યું- આ બોયફ્રેન્ડ છે કે બોડીગાર્ડ

આ વીડિયોમાં રોહમન શોલ સુષ્મિતા સેન માટે કારનો દરવાજો ખોલતો અને જ્યારે તે મોલમાંથી બહાર આવે છે ત્યારે સ્ટોરનો દરવાજો ખોલતો જોઈ શકાય છે. કોમેન્ટ સેક્શનમાં લોકોએ રોહમનને તેના સપોર્ટિવ અને હેલ્પફુલ નેચર માટે ટ્રોલ કર્યો હતો. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે તે બોયફ્રેન્ડ કરતાં બોડીગાર્ડ જેવો દેખાય છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે શું તમે લલિત મોદી સાથે બ્રેકઅપ કર્યું?

ટ્રોલ થયો સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ

એક યુઝરે કોમેન્ટ કરી છે કે “યે સબ બોયફ્રેન્ડ વાલે કામ નહી હૈ ભાઈ.” એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે બેગ પકડવા માટે બોયફ્રેન્ડ ફરીથી આવી ગયો છે. જ્યારે સુષ્મિતા કારમાં બેસે છે, તે જ સમયે કારના આગળના દરવાજામાંથી પ્લાસ્ટિકની બોટલ ફેંકવામાં આવે છે. બોટલ કોણે ફેંકી તે સ્પષ્ટ નથી, પરંતુ કોઈ સેલિબ્રિટી આવું કરે તે લોકોને પસંદ નથી હોતું.

આ પણ વાંચો : પુલકિત સમ્રાટે ખુલ્લેઆમ વરુણ શર્માને કરી કિસ, લોકોએ કહ્યું- આ લોકોની વચ્ચે શું ચાલી રહ્યું છે? જુઓ Viral Video

રસ્તા પર બોટલ ફેંકવા બદલ થઈ ટ્રોલ

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે તે કેવા પ્રકારની મિસ યુનિવર્સ રહી છે. આપણે આપણા દેશને સ્વચ્છ રાખવો જોઈએ તે બેઝિક બાબતો પણ તેને ખબર નથી. તેના બદલે તે રસ્તાઓ પર બોટલો ફેંકી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે તેણે બોટલ ફેંકી દીધી. એક યુઝરે લખ્યું- શું હું એકલો જ છું જેણે સુષ્મિતાને બોટલ ફેંકતા જોઈ છે. એક યુઝરે લખ્યું છે કે શું તેણે કારની બારીમાંથી બોટલ ફેંકી?

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…