લલિત મોદી સાથેના રિલેશનના સમાચાર વચ્ચે સુષ્મિતા સેનના ભાઈએ આપ્યું ચોંકાવનારું નિવેદન

સુષ્મિતા સેન (Sushmita Sen)બિઝનેસમેન અને લલિત મોદીને ડેટ કરી રહી છે, પોતાની બહેનના રિલેશનશિપથી ભાઈ રાજીવ સેન અજાણ છે

લલિત મોદી સાથેના રિલેશનના સમાચાર વચ્ચે સુષ્મિતા સેનના ભાઈએ આપ્યું ચોંકાવનારું નિવેદન
'હું બહેન સાથે વાત કરીશ' લલિત મોદી અને સુષ્મિતા સેનના રિલેશનના સમાચારથી ચોંકી ગયો ભાઈ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:41 AM

Sushmita Sen : IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ સોશિયલ મીડિયા (Social media)પર સુષ્મિતા સેન (Sushmita Sen) સાથેના સંબંધોની જાહેરાત કરી છે. જ્યારે આ બંને વચ્ચેના બાકીના સંબંધો સામે આવે છે ત્યારે દરેકને આશ્ચર્ય થાય છે. લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી આ રિલેશનશિપની જાહેરાત કરી હતી. આ વચ્ચે તેના ભાઈ રાજીવ સેન પણ ચોંકી ગયો હતો, હવે પોતાની બહેનના નવા રિલેશનશિપને લઈ પ્રતિક્રિયા આપી રહ્યો છે, મની લોન્ડરિંગ કેસના કારણે લલિત મોદી નામ જેટલું ચર્ચામાં હતું એટલું જ તેમનું અંગત જીવન પણ હેડલાઇન્સમાં હતું.

રાજીવ સેન ચોંકી ગયો

તમને જણાવી દઈએ કે, સુષ્મિતા સેનના રિલેશનશિપને લઈ ભાઈ રાજીવ સેન પણ અજાણ છે. ફોટો વાયરલ થયા બાદ પોતાની બહેનના રિલેશનશિપ વિશે જાણ થઈ હતી. બહેન માટે ભાઈ ખુબ ખુશ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજીવ સેને કહ્યું મને આ વિશે કાંઈ ખબર નથી. હું કાંઈ પણ કહેતા પહેલા મારી બહેન સાથે વાત કરીશ . બંન્નેના સંબંઘને લઈ હું આશ્ચર્યચકિત છું

સુષ્મિતાએ રિંગ ફ્લોન્ટ કરી

તમને જણાવી દઈએ કે, હાલમાં લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેન સાથે ડેટિંગનો ખુલાસો કર્યો છે. સુષ્મિતા સેન અને લલિત મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ લોકો બંન્નેની સગાઈને લઈ ચર્ચાઓ કરી રહ્યા છે, આ ફોટો પૂર્વ મિસ સુંદરી સુષ્મિતા સેન પોતાની રિંગ ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. પિંક શર્ટમાં લલિત મોદી અને બ્લેક આઉટફીટમાં સુષ્મિતા સેન હસતી જોવા મળી રહી છે. સુષ્મિતાની આ રિંગ જોઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બંન્ને ચુપચાપ લગ્ન કરી લીધા છે,

અંગત જીવન પણ હેડલાઇન્સમાં રહ્યું

લલિત મોદીએ અગાઉ ટ્વીટ કરીને સંકેત આપ્યો હતો કે, તેણે બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા છે. તેણે ઘણા થ્રોબેક ફોટા પણ શેર કર્યા છે.આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીને (Lalit Modi) વિવાદો સાથે સંબંધ હોય તેવુ લાગી રહ્યુ છે. મની લોન્ડરિંગ કેસમાં લલિત મોદીનું નામ સામે આવતાં તેણે ભારત છોડી દીધું હતું.  જો કે, આ સમયે લલિત મોદીનું અંગત જીવન વધુ ચર્ચામાં છે કારણ કે ગુરુવારે લલિત મોદીએ જાહેરાત કરી છે કે તે અને સુષ્મિતા સેન (Sushmita Sen) બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Published On - 11:10 am, Fri, 15 July 22