સુશાંત સિંહ રાજપુત બોલિવુડનો એક એવો અભિનેતા છે જેમણે નાના પડદા પર પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી પોતાની સારી ઓળખ બનાવી હતી. તેમણે બોલિવુડની અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની સારી એવી ફેન ફોલોઈંગ પણ મેળવી છે પરંતુ તેના ચાહકોને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે સુશાંતનું અચાનક નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા.
14 જુન 2020ના રોજ સુશાંત મુંબઈના બાંદ્રા સ્થિત પોતાની લીઝ પર લીધેલા ફ્લેટમાં મૃતહાલતમાં મળી આવ્યો હતો. તેના નિધનને અંદાજે 2.5 વર્ષ થઈ ચૂક્યા છે. અહેવાલો છે કે, સુશાંતના નિધનના આટલા લાંબા સમય બાદ પણ આ ફ્લેટને નવો માલિક મળી રહ્યો નથી. હાલમાં રફીક મર્ચેન્ટ નામના એક રિયલ સ્ટેટ બ્રોકરે આ એપાર્ટમેન્ટનો વીડિયો શેર કરતા જણાવ્યું હતુ કે, આ ફ્લેટ 5 લાખ રુપિયાના ભાડા પર ખાલી છે.
Sea Facing Duplex 4BHK with a Terrace Mont Blanc
5 lakhs Rent
Carter Road, Bandra West. RAFIQUE MERCHANT 9892232060, 8928364794 pic.twitter.com/YTcjIRiSrw— Rafique Merchant (@RafiqueMerchant) December 9, 2022
બોલિવુડ હંગામા સાથે વાત કરતા રફીક મર્ચેટે જણાવ્યું કે, આ ફ્લેટમાં આવવાથી લોકો ડરી રહ્યા છે. પહેલા જ્યારે લોકોને જાણ થઈ કે, આ ફ્લેટમાં સુશાંતનું મોત થયુ છે તો લોકો જોવા પણ આવતા ન હતા. મોતનો આટલો સમય પસાર થયા બાદ પણ લોકો આ ફ્લેટને જોવા આવે છે પરંતુ કોઈ ડિલ ફાઈનલ કરી જતું નથી.
રફીક મર્ચન્ટે જણાવ્યું કે, આ ફ્લેટના માલિક જે એક એનઆરઆઈ છે. તે હવે કોઈ પણ બોલિવુડ સ્ટારેને ફ્લેટ આપવા માંગતા નથી.પોતાના આ મકાન માટે તેઓ ભાડુઆતની શોધખોળ કરી રહ્યા છે. જે કોર્પોરેટમાં હોય.
થોડા વર્ષે પહેલા સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો ચર્ચામાં હતો. બોલીવુડને નેપોટિઝમ જેવા અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે અભિનેતાના મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી, જોકે સીબીઆઈ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે.