
નવા વર્ષની ઉજવણીમાં લોકો આતુર છે. ત્યારે કેટલાક લોકો નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓમાં પણ જતા હોય છે. ત્યારે નવા વર્ષની ઉજવણીમાં મથુરામાં એક બારમાં ફિલ્મ અભિનેત્રી સની લિયોનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ સાધુ-સંતોના વિરોધ બાદ આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંધર્ષ ન્યાસ દ્વારા જિલ્લાઅધિકારીને પત્ર લખી કાર્યક્રમને રદ કરવાનો અનુરોધ કર્યો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર સની લિયોનનો એક કાર્યક્રમ પણ સામેલ હતો. જ્યાં 1 જાન્યુઆરી 2026ના રોજ ડીજે તરીકે હાજર રહેવાની હતી.શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંધર્ષ ન્યાસના દિનેશ ફલાહારીએ કહ્યું કે, અમે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે. ભગવાન કૃષ્ણએ જ્યાં લીલા કરી હતી. સંત અહિ પુજા પાઠ કરવા માટે આવે છે. આવા સ્થળો પર સની લિયોનના એક કાર્યક્રમનું આયોજન હતુ. જેના માટે કેટલાક લોકોને વૃજ ભૂમિ અને સનાતન ધર્મને બદનામ કરવા માંગતા હતા.
તેના પર જવાબ આપતા સની લિયોનના કાર્યક્રમના આયોજકોમાંથી એક અને ધ ટ્રંક બારના ભાગીદાર મિથુલ પાઠકે કહ્યું, “સ્થાનિક સંતોની ભાવનાઓનો આદર કરીને, અમે સની લિયોનના કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો છે. અમે ટિકિટના પૈસા પરત કરી રહ્યા છીએ.”
તેમણે કહ્યું કે, લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. સની એક ડીજે તરીકે આવી રહી હતી. આ કાર્યક્રમમાં ટિકિટ દ્વારા પ્રવેશની પરવાનગી હતી. પાઠકે એ પણ કહ્યું કે, સની લિયોન ભારતમાં દરેક સ્થળે પરફોર્મન્સ આપી રહી છે તો શું તેનો વિરોધ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સની લિયોન એમટીવી સ્પિલટ્સવિલાને હોસ્ટ કરી રહી છે અને કરણ કુંદ્રા તેનો કો હોસ્ટ છે.
સની લિયોનના કાર્યક્રમના આયોજક સૌરભ અગ્રવાલે રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાનાર આ કાર્યક્રમને વૃજના લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યો છે. તેમણે ખાતરી પણ આપી હતી કે ભવિષ્યમાં એવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં જેનાથી વૃજના લોકોની લાગણીઓને ઠેસ પહોંચે.