Gadar 2 : સની દેઓલે ભારત-પાકિસ્તાનના સંબંધો પર કહ્યું, “સિયાસી ખેલ…..”

ગદર 2 ના ટ્રેલર લોન્ચ દરમિયાન સની દેઓલે ભારત-પાકિસ્તાનના સંબંધો પર વાત કરી અને કહ્યું કે, જનતા શાંતિ ઇચ્છે છે, પરંતુ તે એક રાજકીય રમત છે જે નફરત પેદા કરે છે.

Gadar 2 : સની દેઓલે ભારત-પાકિસ્તાનના સંબંધો પર કહ્યું, સિયાસી ખેલ.....
Sunny Deol gadar 2
| Edited By: | Updated on: Jul 27, 2023 | 11:53 AM

સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતા અને બીજેપી સાંસદ સની દેઓલે ભારત-પાકિસ્તાનના સંબંધો પર વાત કરી હતી. સની દેઓલે સ્પષ્ટ કહ્યું કે, બંને દેશના લોકો શાંતિ ઈચ્છે છે, પરંતુ રાજકીય દળો બંને દેશો વચ્ચે નફરત પેદા કરે છે.

આ પણ વાંચો : ન તો સની દેઓલ કે ન તો અમીષા પટેલ, ગદર માટે નિર્માતાઓની પ્રથમ પસંદગી કોણ હતા? 

સની દેઓલે કહ્યું કે, આ કંઈ લેવા-દેવાની વાત નથી, માનવતાની વાત છે, ઝઘડો ન હોવો જોઈએ. બંને તરફ સમાન પ્રેમ છે, આ એક રાજકીય રમત છે, જે આ બધી નફરત પેદા કરે છે અને તમને ગદર 2માં પણ એવું જ જોવા મળશે. જનતા ઇચ્છતી નથી કે આપણે એકબીજા સાથે ઝઘડો કરીએ, કારણ કે બધા આ માટીના છે.

શું છે ‘ગદર 2’ની વાર્તા?

‘ગદર 2’ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, તારા સિંહ અને સકીનાનો પુત્ર ‘જીતે’ હવે મોટો થઈ ગયો છે. ભારતીય સેનામાં તૈનાત જીતે ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે અને ત્યાં તેને ટોર્ચર કરવામાં આવે છે. આ વખતે તારા સિંહ ફરી એકવાર પોતાના પુત્ર જીતાને બચાવવા પાકિસ્તાન જાય છે. ફિલ્મમાં જોરદાર એક્શન અને ડ્રામા જોવા મળશે.

ગદર : અ લવ સ્ટોરી

‘ગદર’ હિટ થયા બાદ હવે ‘ગદર 2’માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની કહાની બતાવવામાં આવશે. ‘ગદર : એક પ્રેમ કથા’માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલાની પીડા અને તેમની વચ્ચેની પ્રેમકથા બતાવવામાં આવી હતી. ફિલ્મમાં તારા સિંહ અને સકીનાની લવસ્ટોરી પણ વિભાજિત થાય છે.

‘ગદર 2’ 11 ઓગસ્ટે થશે રિલીઝ

22 વર્ષ પછી આવી રહેલી ‘ગદર 2’ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિની ભાવના કેળવવાની આ એક સારી તક છે. જો કે આ દિવસે ગદર 2 બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ OMG 2 સાથે ટકરાશે. બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે ગદર 2 ગદરને ટક્કર આપે છે કે કેમ.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો