Gadar 2 vs OMG 2: સની દેઓલનો બોક્સ ઓફિસ પર ચાલ્યો ‘હથોડો’, ઓપનિંગ ડે પર કરી દીધી અક્ષય કુમારની છુટ્ટી

|

Aug 12, 2023 | 8:27 AM

Gadar 2 And OMG 2 Box Office Collection Day 1: સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ગદર મચાવ્યો છે. ગદર 2 એ અક્ષય કુમારની OMG 2 ને કમાણીના મામલામાં ખૂબ પાછળ છોડી દીધી છે. જાણો કોણે કેટલા કરોડની કમાણી કરી.

Gadar 2 vs OMG 2: સની દેઓલનો બોક્સ ઓફિસ પર ચાલ્યો હથોડો, ઓપનિંગ ડે પર કરી દીધી અક્ષય કુમારની છુટ્ટી
Gadar 2 vs OMG 2

Follow us on

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ અને અક્ષય કુમારની ફિલ્મ OMG 2 આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. 22 વર્ષ પછી ગદર 2 આવવાથી લોકો દિવાના થયા છે, જેની અસર શરૂઆતના દિવસે જ સ્પષ્ટપણે જોવા મળી હતી. સની દેઓલની એક દહાડ પર થિયેટરમાં પહોંચેલા ચાહકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. ગદર 2 પ્રથમ દિવસે હાઉસફુલ રહી હતી અને સારી કમાણી કરવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : OMG 2 : અક્ષય કુમારની OMG 2 સેન્સર બોર્ડની મુશ્કેલીમાં, શું ફિલ્મમાં લાગશે 20 કટ?

બીજી તરફ અક્ષય કુમારની ફિલ્મ OMG 2 ને સમીક્ષકો દ્વારા ખૂબ સારી રીતે રેટ આપવામાં આવ્યો હતો, પરંતુ ‘OMG 2’ શરૂઆતના દિવસે કમાણીના મામલામાં ‘ગદર 2’ કરતાં ઘણી પાછળ રહી ગઈ છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કહેવાય છે કે, સૌ સુનાર કી, એક લુહાર કી… સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર એવી રીતે હિટ થઈ કે તેણે પહેલા જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ને માત આપી દીધી. ગદર 2નો ક્રેઝ દિલ્હી એનસીઆરથી લઈને ચેન્નાઈ સુધી જોવા મળ્યો હતો. ગદર 2 સ્ટોરીમાં ભલે દમ ન હોય પરંતુ સની દેઓલની એક્ટિંગમાં હજુ પણ દમ છે.

બોક્સ ઓફિસ પર સની દેઓલનો હથોડો

22 વર્ષ બાદ સુપરહિટ ફિલ્મ ‘ગદર’ની સિક્વલ ‘ગદર 2’ આવી છે, જેને લઈને ફેન્સનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગમાં સની દેઓલની ગદર 2ની 20 લાખથી વધુ ટિકિટ વેચાઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 40 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

OMG 2 બોક્સ ઓફિસ પર ફિકી, પરંતુ સ્ટોરી જોરદાર

તે જ સમયે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પણ 11 ઓગસ્ટે રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તામાં પાવર છે અને ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. જો કે બોક્સ ઓફિસ પર ફિલ્મની ઓપનિંગ ઘણી ઓછી રહી હતી. અક્ષય કુમારની OMG 2 શરૂઆતના દિવસે માત્ર 9.5 કરોડની કમાણી કરી શકી હતી. જો કે ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ફાયદો મળી શકે છે.

સપ્તાહના અંતે કોનો જાદુ ચાલશે?

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ને લઈને દિલ્હી NCR, મુંબઈ, લખનૌ, ભોપાલ અને નાના શહેરોમાં ઘણો ક્રેઝ છે. 22 વર્ષ પછી પણ તારા સિંહ માટે ફેન્સનો ક્રેઝ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, ગદર 2નું બોક્સ ઓફિસ કલેક્શન સપ્તાહના અંતે 70-80 કરોડને પાર કરી શકે છે. બીજી તરફ અક્ષય કુમારની OMG 2ને માઉથ પબ્લિસિટીનો ફાયદો મળી શકે છે. સપ્તાહના અંતે OMG 2નું કલેક્શન 40 કરોડ સુધી પહોંચી શકે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article