Gadar 2: સની દેઓલની ફિલ્મના સેટ પરથી આ તસવીરો થઈ વાયરલ, અમીષા પટેલની જોવા મળી ઝલક

સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલની ગદર 2 ના (Gadar 2) સેટ પરથી અવારનવાર ઘણાં બીટીએસ તસવીરો અને વીડિયો સામે આવતા રહે આવ્યા છે, આ તસવીરો અને વીડિયોએ ફેન્સનું એક્સાઈટમેન્ટ વધાર્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.

Gadar 2: સની દેઓલની ફિલ્મના સેટ પરથી આ તસવીરો થઈ વાયરલ, અમીષા પટેલની જોવા મળી ઝલક
Ameesha Patel - Sunny Deol
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 10, 2023 | 5:33 PM

સની દેઓલ અને અમીષા પટેલની અપકમિંગ ફિલ્મ ‘ગદર 2‘ સતત ચર્ચામાં છે. ફિલ્મની એનાઉન્સમેન્ટ બાદથી જ તે ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં તારા સિંહ અને સકીનાની ઝલક જોવા મળશે. તે 2001ની બ્લોકબસ્ટર ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. ગદર ફિલ્મ હજુ પણ ફેન્સની સૌથી વધુ પ્રિય ફિલ્મોમાંની એક છે અને આ ફિલ્મ કેટલાક શાનદાર સીન અને ડાયલોગ્સ માટે જાણીતી છે.

‘ગદર 2’ના સેટ પરથી આ વાયરલ થઈ તસવીરો

હવે આ ફિલ્મની સિક્વલ બની રહી છે જે ગદર અને સની દેઓલના તમામ ફેન્સ માટે એક સારા સમાચાર છે. સેટ પરથી અવારનવાર શાનદાર બીટીએસ તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે, આ તસવીરો અને વીડિયોએ ફેન્સનું એક્સાઈટમેન્ટ વધાર્યું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફેન પેજ પરથી શેર કરવામાં આવી સની દેઓલની તસવીર

એક ફેન પેજ પર કેપ્શન સાથે સની દેઓલની ગદર ફિલ્મની તસવીરો શેયર કરવામાં આવી છે, “ગદર 2 ના સેટ પરથી બોલિવૂડના વન એન્ડ ઓનલી @iamsunnydeol સરની પહેલી અને છેલ્લી એક્શનની આજની તસવીરો શેયર કરી રહ્યાં છે” .. મારો સૌથી પ્રિય ભાઈ આજે તેમને અહમદનગરમાં મળ્યો અને આશીર્વાદ મેળવ્યા તેમની ફિલ્મ માટે… ઓલ ધ બેસ્ટ #અભિષેક બ્રો તમારી ફિલ્મ માટે અને સની સર તમારો ખૂબ ખૂબ આભાર.

બીટીએસ તસવીરો પર ફેન્સને આવી ખૂબ જ પસંદ

અનિલ શર્મા નામના ફેન પેજ પરથી એક તસવીર દ્વારા કેપ્શન સાથે શેયર કરવામાં આવી હતી, જેમાં લખ્યું છે કે, “સવારના 4.42 બજે હૈ… ગદર 2 કા લુત્ફ ઊઠા રહે હૈ… શૂટિંગ કર રહે… ઠંડા વાતાવરણમાં શૂટિંગની મજા માણી રહ્યાં છીએ.” કંઈક તો છે…” સની દેઓલના ફેન પેજ પર એક તસવીર શેયર કરવામાં આવી છે જેમાં સની દેઓલ તારા સિંહના પાત્રમાં જોવા મળી રહ્યો છે. ફેન્સને તેની આ તસવીર ઘણી પસંદ આવી છે.

15 ઓગસ્ટે રિલીઝ થઈ શકે છે આ ફિલ્મ

સની દેઓલ અને અમીષા પટેલ તારા સિંહ અને સકીનાના સૌથી પ્રિય પાત્રોમાંથી એક છે. હાલમાં જ સમગ્ર ક્રૂએ લખનૌમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને ફિલ્મનું હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ તસવીરો ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ વધારી રહી છે અને ફેન્સ આ ફિલ્મ જોવા માટે ફેન્સ આતુર છે કે નિર્દેશક અનિલ શર્મા ફિલ્મની સિક્વલ સાથે શું નવું રજૂ કરે છે. ગદર 2 ફિલ્મ એનિમલની રિલીઝની સાથે 15 ઓગસ્ટે મોટા પડદા પર આવવા માટે તૈયાર છે, જેમાં રણબીર કપૂર લીડ રોલમાં છે.