Pathaan : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાન વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ફિલ્મના ગીત બેશરમ રંગનો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મસ્ટારોના પુલ સળગાવવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ પઠાન પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનના પઠાનને ફિલ્મ ફેડરેશનનું સમર્થન મળ્યું છે.
વાસ્તવમાં તાજેતરમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ મુંબઈની બે દિવસની મુલાકાતે હતા. જ્યાં તેઓ ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. આ મીટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીએ બૉયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને સીએમ યોગી પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. હવે FWICE (Federation of Western India Cine Employees) એ સરકારને બૉયકોટ બૉલીવુડના વલણને રોકવા માટે વિનંતી કરી છે.
FWICE એ કહી આ વાત
પઠાન પહેલા પણ ઘણી ફિલ્મો રીલિઝ નહીં કરવાની ધમકીઓ મળી ચુકી છે. છેલ્લા વર્ષમાં એવું જોવા મળ્યું હતું કે, બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મોને ફ્લોપની યાદીમાં સામેલ કરવી પડી હતી. હકીકતમાં તે ફિલ્મોની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેના પ્રતિબંધની માંગ શરૂ થઈ ગઈ હતી. હવે એવી જ હાલત પઠાનની થઈ રહી છે. જેના પર FWICE કહે છે કે લાખો મજૂરો અને ટેકનિશિયનોની આજીવિકા ફિલ્મો સાથે જોડાયેલી છે. બોલિવૂડ અને તેની ફિલ્મોના બહિષ્કારની માગણીનું વલણ તેનાથી કમાતા લાખો લોકોના આર્થિક સ્વાસ્થ્ય માટે સારું નથી.
એટલું જ નહીં FWICE એ તમામ ફિલ્મ નિર્માતાઓનો આભાર માન્યો કે, જેઓ ફિલ્મો દ્વારા લાખો લોકોને રોજગાર આપવામાં મદદ કરે છે. FWICE એ સરકાર પાસે બોલીવુડના બૉયકોટના ટ્રેન્ડને રોકવા અને આ મામલે સંપૂર્ણ રીતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.