
દેશના ફેમસ બિઝનેસમેન અને સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે રાત્રે મુંબઈમાં નિધન થયું છે. સુબ્રત રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા, જેના કારણે તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ 14 નવેમ્બરે 75 વર્ષની ઉંમરે નિધન થયું.
સુબ્રત રોયના નિધનથી ચારેબાજુ શોકની લહેર છે અને દરેક લોકો તેમના વિશે જાણવામાં બિઝી છે. પરંતુ જો તમે સુબ્રત રોયના જીવનના મહત્વના પાસાઓ જાણવા માંગતા હો, તો તમને તેની વિગતો ‘ધ કેરલ સ્ટોરી’ના ડાયરેક્ટર સુદીપ્તો સેનની અપકમિંગ ફિલ્મ ‘સહારાશ્રી’માં જોવા મળશે.
સુબ્રત રોયનું નામ દેશના ફેમસ બિઝનેસમેનની લિસ્ટમાં હંમેશા સામેલ રહેશે. તેમના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે, જેની વિગતો તેમના જીવન પર બની રહેલી ફિલ્મ ‘સહારાશ્રી’માં જોવા મળશે.
10 જૂનના રોજ ‘ધ કેરલ સ્ટોરી’ના ડાયરેક્ટર સુદીપ્તો સેને સુબ્રત રોયની બાયોપિક ‘સહારાશ્રી’ની જાહેરાત કરી હતી. સુદીપ્તો સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સહારાશ્રીનું મોશન પોસ્ટર શેર કર્યું હતું, જેમાં એક વ્યક્તિ તેના હાથમાં સહારા ગ્રુપનો ચેક પકડેલો જોવા મળે છે, જેનો ફેસ જોવા મળતો નથી. આ ચેક ભારતીયો માટે છે. આ પોસ્ટના કેપ્શનમાં સુદીપ્તો સેને લખ્યું છે કે “સહારાશ્રી સુબ્રત રોયના જીવનના અસામાન્ય પહેલીની યાત્રા પર નીકળે છે. તેમના જીવન સાથે સંકળાયેલા તમામ મહત્વપૂર્ણ પાસાઓ, કેટલીક ના સાંભળેલી વાર્તાઓ અને એવી બાબતોના સાક્ષી હશો જે ભાગ્યે જ કોઈ તેમના વિશે જાણતું હશે.” આ રીતે સુદીપ્તો સેને સુબ્રત રોયની બાયોપિક વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
હવે જ્યારે સુબ્રત રોયનું નિધન થઈ ગયું છે, તો ચોક્કસ દરેક વ્યક્તિ તેની બાયોપિકની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવામાં સહારાશ્રીના મેકર્સે સુબ્રત રોયના જીવન પર બની રહેલી આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ ટૂંક સમયમાં અપડેટ આપી શકે છે. સાચા અર્થમાં સુબ્રત રોયનું નિધન દેશ માટે મોટી ખોટ ગણાય છે.
આ પણ વાંચો: વિરાટની 50મી સદી, અનુષ્કાએ આપી ફ્લાઈંગ કિસ, કોહલીએ પણ આપ્યો જવાબ, જુઓ વીડિયો