એસએસ રાજામૌલીએ જીત્યો બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ, RRRની સ્ટાર કાસ્ટનો માન્યો આભાર

તમને જણાવી દઈએ કે આરઆરઆરે (RRR) ગોલ્ડન ગ્લોબ કેટેગરીમાં નોન-અંગ્રેજી ભાષામાં બેસ્ટ મોશન પિક્ચર અને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.

એસએસ રાજામૌલીએ જીત્યો બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ, RRRની સ્ટાર કાસ્ટનો માન્યો આભાર
SS Rajamouli
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 05, 2023 | 10:58 PM

એપિક પીરિયડ ડ્રામા RRR ના દિગ્દર્શકે તેમની ફિલ્મથી વિશ્વભરમાં ખ્યાતી મેળવી છે. તેમજ આ ફિલ્મના કલાકારોએ લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે આ ફિલ્મમાં માટે રાજામૌલીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જે બાદ હવે ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ દ્વારા પણ તેમને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. RRRના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ ઈવેન્ટની તસવીરો શેર કરવામાં આવી છે.

RRRના ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ ઓવોર્ડ સ્વિકારતા ભાષણમાં ફિલ્મના ક્રૂ અને કલાકારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે આ એવોર્ડ જીતવો મારા માટે ગર્વની વાત છે. આ સાથે જ્યુરી સભ્યોનો આભાર માનતા નિર્દેશકે કહ્યું કે સાઉથની આ નાની ફિલ્મને આટલો મોટો એવોર્ડ આપવા બદલ હું તમારું સન્માન કરું છું. આ રીતે તમે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ બનાવી છે લોકોમાં પ્રસિદ્ધ કરી છે.

તેમણે તેમની સ્પિચ દરમિયાન કહ્યું હતુ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે આ પ્રકારનું પ્લેટફોર્મ અસ્તિત્વમાં છે. તેમજ ફિલ્મ RRR દ્વારા મેં પશ્ચિમમાં પણ આવો જ આવકાર જોયો છે. તે લોકો ભારતમાં જેવું રિએક્ટ કરે છે તેવી જ પ્રતિક્રિયા આપે છે. ત્યારે આ ફિલ્મને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક સર્કલ દ્વારા શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમજ ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક સર્કલ દ્વારા રાજામૌલીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો.

આ અંગે રાજામૌલીએ કહ્યું, ‘સિનેમા એક મંદિર જેવું છે. તેને આ ફિલ્મ માટે પશ્ચિમમાંથી તે જ પ્રકારનો આવકાર મળ્યો છે, જેવો ભારતીય દર્શકોએ ફિલ્મ RRR માટે દર્શાવ્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં RRR ફિલ્મની ટીમ પણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહનો ભાગ બનવા જઈ રહી છે. જે 11 જાન્યુઆરી 2023 ના રોજ લોસ એન્જલસમાં ઉજવવામાં આવશે. RRR ને ગોલ્ડન ગ્લોબ સમારોહમાં બિન-અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ મોશન પિક્ચર અને શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.